SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ફર્મગ્રંથ-૨ વિવેચન બીજી રીતે મિથ્યાત્વના ૪ ભેદ : (૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ (૪) પ્રદેશ મિથ્યાત્વ ૫ (૧) પ્રરૂપણા મિથ્યાત્વ : શ્રી જીનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલ (પ્રકાશીત કરેલ) ધર્મથી વિપરીતરીતે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. (૨) પ્રવર્તન મિથ્યાત્વ : લૌકિક ને બદલે લોકોત્તર મિથ્યાત્વની કરણી કરવી કે કરાવવી તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. (૩) પરિણામ મિથ્યાત્વ : મનમાં જુઠ્ઠો હઠવાદ રાખે અને કેવળીભાષિત નવતત્ત્વના અર્થને યથાર્થરૂપે સદ્ગુણા ન કરે તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે. (૪) પ્રદેશ મિથ્યાત્વ : સત્તામાં રહેલ મિથ્યાત્વમોહનીયના કર્મદલિકોને ઉદયમાં લાવી ભોગવવા તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. ૬ પ્રકારના જીવોમાથી પ્રરૂપણા મિથ્યાત્વ ચાર પ્રકારના જીવોમાં હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભાવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) દુર્લભબોધિભવ્ય પ્રવર્તન મિથ્યાત્વ ૬ માંથી ૪ પ્રકારના જીવોમાં હોય છે (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) દુર્લભબોધિભવ્ય પરિણામ મિથ્યાત્વ ૬ માંથી ૫ પ્રકારના જીવોમાં હોય છે. (૧) અભવ્ય (૨) દુર્વ્યવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) લઘુકર્મીભવ્ય (૫) દુર્લભબોધિભવ્ય પ્રદેશ મિથ્યાત્વ : આ મિથ્યાત્વ ૬ એ પ્રકારના જીવોમાં હોય છે. (૧) અભવ્ય (૨) દુર્વ્યવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) જાતિભવ્ય (૫) લઘુકર્મી ભવ્ય(૬) દુર્લભબોધિ ભવ્ય બીજી રીતે મિથ્યાત્વના પાંચ પ્રકાર : (૧) અભિગ્રહિક (૨) અનભિગ્રહિક (૩) આભિનિવેષિક (૪) સાંશયિક (૫) અનાભોગીક મિથ્યાત્વ (૧) અભિગ્રહિક મિથ્યાત્વ : અભિગ્રહથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના કુદર્શનોમાંથી કોઈપણ એક દર્શનને જ શ્રેષ્ઠ (સાચું) માનવાનો આગ્રહ રાખે તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વમાં (અભવ્ય-દુર્ભવ્ય ભારેકર્મીભવ્ય તથા દુર્લભબોધિ) આ ચાર પ્રકારના જીવો ગણી શકાય. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ :- સમજણના અભાવે મધ્યસ્થપણાના કારણથી જગતમાં રહેલા સર્વદર્શનોને કોઈપણ જાતની પકકડ વિના સારા માને તે
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy