SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ કેવલીનાં જીવોને હોય છે. ૩૦૮. દરેક ઉદયસ્થાનકના કુલ ભાંગા કેટલા થાય ? ઉ ૬૯ ૭૭૯૧ ઉદય ભાંગા થાય છે તે આ પ્રમાણે અનુક્રમે બાર ઉદયસ્થાનકના આંકનો સરવાળો કરતાં પ્રાપ્ત થાય છે. ૧+૪૨+૧૧+૩૩+૬૦૦+૩૩+૧૨૦૨+૧૭૮૫+૨૯૧૭+ ૧૧૬૫+૧+૧+ = ૭૭૯૧ ઉદયભાંગા થાય. નામકર્મનાં સત્તાસ્થાનોનું વર્ણન તિદુ નઉઈ ગુણ નઉઈ અડસી છલસી અસીઈ ગુણસીઈ । અટ્ટય છપ્પન-તરિ નવ અય નામ સંતાણિ ॥૩૧॥ ભાવાર્થ : ૯૩/૯૨/૮૯|૮૮|૮૬|૮૦/૭૮/૭૬/૦૫/૯/૮ તથા ૭૯ આ રીતે નામકર્મના બાર સત્તાસ્થાનો હોય છે. II૩૧॥ ૩૦૯. નામકર્મના સત્તાસ્થાનો કેટલા હોય ? ક્યા ? ઉ બાર ૧. ત્રાણુંપ્રકૃતિનું ૨. બાણું પ્રકૃતિનું ૩. નેવ્યાશી પ્રકૃતિનું ૪. અટ્ટાયાશી પ્રકૃતિનું પ. છયાશી પ્રકૃતિનું ૬. એંશી પ્રકૃતિનું ૭. અગણ્યા એંશી પ્રકૃતિનું ૮. છોતર પ્રકૃતિનું ૯. પંચોતેર પ્રકૃતિનું ૧૦. અઠ્યોતેર પ્રકૃતિનું ૧૧. નવ પ્રકૃતિનું ૧૨. આઠ પ્રકૃતિનું હોય છે. ૩૧૦. ત્રાણું (૯૩) પ્રકૃતિના સત્તાસ્થાનકની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ૯૩ પ્રકૃતિઓ આ પ્રમાણે ઉ પિંડપ્રકૃતિ - ૬૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૯૩ પિંડપ્રકૃતિ ૬૫-૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૮, પરઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અનુરૂલધુ નિર્માણ, જિનનામ, ઉપઘાત. -
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy