SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વમોહનીયકર્મ ૭૫ સર્વથા ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં દર્શનસપ્તકનો ક્ષય થવાથી તેનો બંધઉદય-સત્તા હોતી જ નથી અને આ ક્ષાયિક સમ્યકત્વ ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. સાયિક સમ્યક્ત પામેલ આત્મા અબદ્ધાયુ હોય તો એક ભવે (તે જ ભવે) અને બદ્ધાયુ હોય તો ૩-૪-૫ ભવમાં મોક્ષે જાય. ક્ષાયિક સમ્યકત્વનો કાળ સાદિ અનંત છે. (૨) ક્ષયોપશમસમ્યકત્વ : જ્યાં અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ ૬ પ્રકૃતિઓનો પ્રદેશોદય હોય અથવા ક્ષય હોય અને સમ્યકત્વ મોહનીયનો રસોદય હોય તેને ક્ષયોપશમ કે ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ એક ભવમાં હજારોવાર અને સંસારચક્રમાં અસંખ્યવાર પામી શકાય છે. ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. કાળ-જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ હોય છે. (૩) ઉપશમ સમ્યકત્વ : દર્શન સપ્તકનો ઉપશમ (સર્વોપશમ) કરવાથી જે ગુણ ઉત્પન્ન થાય તે ઉપશમ સમ્યક્ત કહેવાય. આ સમ્યકત્વમાં શ્રદ્ધાને આવનાર એક પણ કર્મ ઉદયમાં ન હોવાથી અપૌદ્ગલિક સમ્યક્ત કહેવાય. આ સમ્યત્વે બે પ્રકારનું છે (૧) મિથ્યાત્વ ગુણ. થી પમાય તે (૨) ઉપશમ શ્રેણી ચડતી વખતે ૪ થી ૭ ગુણ. માં પમાય તે. કાળ = જઘન્ય – અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy