SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 9O જીવકર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ દર્શનમોહનીય : (૧) દર્શન-યથાર્થપણે જોવું-જાણવું તેમાં મુંઝવે એટલે (૨) જીવાદિ નવતત્વની શ્રદ્ધામાં મુંઝવે. શ્રદ્ધા ન થાય. (૩) જિનેશ્વર પરમાત્માના વચનોમાં શ્રદ્ધા ન થવા દે. અથવા આઠ તત્વની શ્રદ્ધા થાય પરંતુ મોક્ષતત્વની શ્રદ્ધા ન થાય. (૪) જે પદાર્થ જે સ્વરૂપે હોય તે પદાર્થને તે સ્વરૂપે ન માનવા દે - શ્રદ્ધા ન થાય. દર્શનમોહનીયકર્મના ઉત્તરભેદ : दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥ १३ ॥ શબ્દાર્થ ઃ તહેવ = તથા, વિશુદ્ધ = અશુદ્ધ, તંત્ર તે કર્મ, રુવ = હોય છે, મરી = અનુક્રમે. ગાથાર્થ દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) મિથ્યાત્વમોહનીયકર્મ અનુક્રમે શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ પુંજરૂપે હોય છે. ૧૪ વિવેચન : દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. શુદ્ધપુંજરૂપ સમ્યકત્વમોહનીય છે, અર્ધશુદ્ધપુંજરૂપ મિશ્રમોહનીય અને અશુદ્ધપુંજરૂપ તે મિથ્યાત્વમોહનીય છે. (૧) સમ્યક્વમોહનીય ઃ સમ્યકત્વમાં મુંઝવે, સમ્યકત્વને-શ્રદ્ધા પ્રગટ થવા દે પણ તેમાં શંકા વિગેરે અતિચારો ઉત્પન્ન થાય, તેથી પછી વિતિગિચ્છા આદિ દોષો પણ થાય એટલે આ સમ્યક્વમોહનીયના ઉદયથી સર્વજ્ઞના વચનોની શ્રદ્ધામાં શંકા આદિ અતિચાર થાય. આ દલિકો મિથ્યાત્વ સંબંધી હોવાથી સમ્યક્વમોહનીય એવું નામ છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy