SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણીયકર્મ (૩) અવધિદર્શનાવરણીય કર્મ : પાંચ ઈન્દ્રિય અને મન વિના મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનો આત્મસાક્ષાત્કારે થતો સામાન્ય બોધ જે કર્મના ઉદયથી ન થાય તેને અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય. અર્થાત્ આત્મસાક્ષાત્ રૂપી પદાર્થના સામાન્ય બોધને આવરે તે. અહીં કર્મગ્રંથકાર અવિરત સમ્યગ્દષ્ટિગુણથી ક્ષયોપશમ હોઈ શકે એમ માને છે. એટલે અવધિજ્ઞાનીને જ અવધિદર્શનાવરણનો ક્ષયોપશમ હોય એમ માને છે. સિદ્ધાંતકાર વિભંગજ્ઞાની મિથ્યાત્વીને પણ અવધિદર્શન હોય એમ માને છે એટલે ૧ થી ૧૨ ગુણ. સુધી હોય. (૪) કેવળદર્શનાવરણીય કર્મ : ૬૧ એક સમયમાં ત્રણે લોકના ત્રણે કાળના સર્વ દ્રવ્યોના સર્વપર્યાયોના એકી સાથે થતા સામાન્ય અવબોધને અટકાવનાર કર્મને કેવળદર્શનાવરણીય કર્મ કહે છે. આ કર્મનો ઉદય ૧ થી ૧૨ ગુણ. સુધી હોય. દર્શનના ઉત્તરભેદનું યંત્ર ઈન્દ્રિયદર્શન ચક્ષુદર્શન અચક્ષુદર્શન અવધિદર્શન કેવળદર્શન સ્પર્શદર્શન રસનદર્શન પ્રાણદર્શન શ્રોત્રદર્શન મનોદર્શન
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy