SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ - - વિવક્ષા કરવામાં આવેલ નથી. જેમ દિવસે સૂર્યના પ્રકાશમાં અમાસના દિવસે ચંદ્ર-નક્ષત્ર-ગ્રહ-તારાદિનો પ્રકાશ હોવા છતાં ઉપયોગી ન હોવાથી વિવક્ષા થતી નથી તેમ અહીં જાણવું. આ રીતે પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું. એક જીવને (શક્તિની) લબ્ધિની અપેક્ષાએ એકી સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય. એક જ્ઞાન : કેવલજ્ઞાન અથવા મતિજ્ઞાન અહીં સાંભળવા વડે જ્ઞાન થાય તે શ્રુત અથવા શાસ્ત્રોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન એ અર્થ પ્રમાણે એકેન્દ્રિયાદિમાં શ્રોતેન્દ્રિય ન હોવાથી શ્રુત ન હોય. એક મતિજ્ઞાનની વિવક્ષા કરી છે. એટલે એકલું મતિજ્ઞાન વિવક્ષાથી જાણવું. પરંતુ નર્થી મના તી સુચનાનું, નસ્થ સુચના તલ્થ મરૂના એ શાસ્ત્રપાઠના નિયમથી એકલું મતિજ્ઞાન ન હોય. બે જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાન અથવા બે અજ્ઞાન પણ હોય. ત્રણ જ્ઞાન : મતિ-શ્રુત-અવધિજ્ઞાન અથવા મતિ અજ્ઞાનશ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન અથવા મતિ-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એમ ત્રણ રીતે ત્રણ જ્ઞાન હોય. એટલે અવધિજ્ઞાન ન હોય અને મન:પર્યવજ્ઞાન થાય તેવું પણ બને, તેથી આ ત્રણ પણ હોય. ચાર જ્ઞાન : મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન એમ ચાર હોય. ચાર જ્ઞાન મનુષ્યમાં જ હોય. તેમજ પાંચ જ્ઞાન સાથે હોય નહીં. તત્વાર્થમાં કહ્યું છે કે - एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्थ्यः (१-३१) એક જીવમાં-એક વિગેરે ચાર સુધીનાં જ્ઞાન ભજનાએ હોય.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy