SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ અવધિજ્ઞાનના જોય દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ અનંતભેદ જાણવા. ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અસંખ્યાતા ભેદ જાણવા. ' અર્થાત્ અવધિજ્ઞાનથી અનંતા પુદ્ગલના સ્કંધોને જોઈ શકે છે. તેથી જ તે દ્રવ્યોના પર્યાયો પણ અનંતા છે. તેમાંના કેટલાક અનંતા પર્યાયોને જાણે માટે અનંત ભેદવાળું કહ્યું છે. મન:પર્યવજ્ઞાન : મન:પર્યવ, મન:પર્યાય (૧) મનના ભાવોને ચારે બાજુથી જાણવા એટલે “મન-મનના ભાવોને “પરિ–ચારે બાજુથી “મવ’ જાણવું તે. (૨) મન પર્યયજ્ઞાન એટલે “મનઃ-મનના ભાવોને “પરિચારેબાજુથી “તિ’ જાણવું તે મનઃ પર્યયજ્ઞાન. (૩) માંસિ પતિ પરિ + રૂ ની વૃદ્ધિ માય થાય તેથી મનના પર્યાયો-ધર્મોને જાણવા તે, આ રીતે શબ્દ પ્રમાણે ત્રણ વ્યાખ્યા છે. સારાંશ - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલાં મનના ભાવોને આત્મસાક્ષાત્ વિશેષ ધર્મ સહીત જાણવા. તે મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. (૧) ઋજુમતિ મન:પર્યવજ્ઞાન (૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન, તેનો અર્થ આ પ્રમાણે – (૧) ઋજુમતિમ પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલા મનના ભાવોને કેટલાક (થોડા) ધર્મસહિત જાણવા. (૨) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણામ પામેલ મનના ભાવોને વિશેષ (ઘણા) ધર્મસહિત જાણવા તે. પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનમાં તફાવત શું?
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy