SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ અંગુલના અસંખ્યાતમા ભાગનું રહે અને પછી ચાલ્યું પણ જાય. તે કોડીયાના દીપક જેવું છે. (૫) પ્રતિપાતિ ઃ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી એકી સાથે ચાલ્યું જાય તે. આ અવધિજ્ઞાનથી લોકાવધિ સુધી જ જ્ઞાન થાય. કેટલોક ટાઈમ રહે, પછી ક્ષયોપશમના અભાવે ચાલ્યું જાય છે. તત્ત્વાર્થમાં પ્રતિપાતિને અનવસ્થિત કહેલ છે. પવનના ઝપાટાથી ઓલવાઈ જતા દીપક જેવું. (૬) અપ્રતિપાતિ : “જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી જાય નહીં.” ભવપર્યન્ત અથવા કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે છે. તેનું બીજું નામ અવસ્થિત કહેવાય. આ અવધિજ્ઞાન ચૌદ રાજલોક કરતાં વધારે જોઈ શકવાની શક્તિવાળું હોય. ઉત્કૃષ્ટથી અસંખ્ય ખંડુક જોવાની શક્તિવાળું જો કે અલોકમાં અવધિજ્ઞાનથી જાણી શકાય-જોઈ શકાય તેવાં પદાર્થો નથી છતાં જોવાની શક્તિની અપેક્ષાએ આ વર્ણન છે. એટલે અલોકમાં જોવાની શક્તિ હોવા છતાં પદાર્થના અભાવે જુએ નહીં, પરંતુ લોકમાં રહેલ પદાર્થો વધારે ચોક્કસ અને સારી રીતે ઘણા ધર્મસહિત અને સ્પષ્ટપણે જાણી શકે. પ્રશ્ન : પ્રતિપાતી અને હિયમાન અવધિજ્ઞાનમાં શું તફાવત ? જવાબ : પ્રતિપાતિ એકી સાથે ચાલ્યું જાય અને હિયમાન ધીમેધીમે ઓછી શક્તિવાળું થાય એટલે ધીમે ધીમે જાય તે હિયમાન કહેવાય. અવધિજ્ઞાનના દ્રવ્યાદિની અપેક્ષાએ ભેદો આ પ્રમાણે છે. દ્રવ્ય : જઘન્યથી અનંતારૂપી દ્રવ્યોને જાણે. કારણ કે ક્ષેત્રથી
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy