SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ ૩૭ એટલે કે સમ્યગ્દષ્ટિ શ્રાવક અથવા મુનિ ભગવંત મહાભારતરામાયણ-કુરાન-બાઈબલ વાંચે અથવા અંગ્રેજી આદિભાષાનું જ્ઞાન મેળવે, દૈનિક પેપર આદિ વાંચે તો પણ તે સમ્યક્રુત કહેવાય. તે જ રીતે મિથ્યાદષ્ટિ આચારાંગાદિ આગમો વાંચે-ભણે, કલ્પસૂત્ર વાંચે તો પણ તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન-મિથ્યાશ્રુત કહેવાય. માટે જ અભવ્ય ૯ી પૂર્વ સુધીનું જ્ઞાન મેળવે તો પણ તે મિથ્યાશ્રુત કહેવાય. (૬) મિથ્યાશ્રુત : “મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન તે મિથ્યાશ્રુત.” વીતરાગ ભગવાનના વચન ઉપરની શ્રદ્ધા વિનાના જીવનું થોડું કે ઘણું જ્ઞાન તે મિથ્યાશ્રુત કહેવાય. (૭) સાદિકૃત : “જે શ્રુતજ્ઞાનની આદિ હોય તે સાદિષ્ણુત.” જો કે જીવમાં અનાદિકાળથી બે જ્ઞાન તો હોય જ, તેથી આદિ ન ઘટે, પરંતુ સમ્યકત્વ પામે ત્યારે શ્રુત અજ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય તે અપેક્ષાએ સાદિ. (૮) અનાદિ : અનાદિકાળથી જગતના જીવોને જે જ્ઞાન હોય તે અનાદિ, “જે શ્રુતજ્ઞાનની આદિ-શરૂઆત નથી તે અનાદિઠુત” (૯) સપર્યવસિત : “જે શ્રુતજ્ઞાનનો અંત આવે, છેડો, પર્યવસાન હોય તે સપર્યવસિત.” જ્યારે આત્મા સમ્યકત્વ વમી મિથ્યાત્વમાં જાય ત્યારે, અથવા જ્યારે આત્મા કેવલજ્ઞાન પામે ત્યારે શ્રુતજ્ઞાન સપર્યવસિત કહેવાય. (૧૦) અપર્યવસિત : “જે શ્રુતજ્ઞાનનો અંત ન હોય, છેડો ન આવે તે અપર્યવસિત.” જે શ્રુતજ્ઞાન અનંતકાળ સુધી રહેવાનું જ છે તે અપર્યવસિત શ્રુત કહેવાય. તેને “અનંતશ્રુત” પણ કહી શકાય છે. આ ચાર ભેદને સમજવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ વિચારવા તે આ પ્રમાણે
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy