SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનનું વર્ણન આવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ. આમાં ઈન્દ્રિય અને વિષયનો સક્નિકર્ષ (સંબંધ) થાય છે પણ કંઈક ? એવું જ્ઞાન થાય તે અર્થાવગ્રહ. નૈશ્ચયિક અર્થાવગ્રહ એક સમયનો જાણવો. કારણ કે, બીજા સમયથી “તે શું હશે” તેવો વિચાર થાય અને તે ઈહા કહેવાય. ' અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા થાય તેથી છે ભેદ છે. તેમ ઈહા વિગેરેમાં પણ છ ભેદ જાણવા. ઈહા - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ પદાર્થનું “તે શું હશે તેવું વિચારવું તે ઈહા જ્ઞાન. ઈમ્ = વિચારવું. અપાય - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષયનો નિશ્ચય (નક્કી) કરવો. અર્થાત્ આનો સ્પર્શ થયો, આનો સ્વાદ છે, આની ગંધ છે વિગેરે અપાયજ્ઞાન કહેવાય. ધારણા - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષયને ધારી રાખવો-સતત યાદ રાખવો, ફરી યાદ આવવો તે ધારણા મતિજ્ઞાન. ધારણા મતિજ્ઞાનના અવાજોર (પેટા) ભેદ ત્રણ છે. (૧) અવિસ્મૃતિધારણા - ઈન્દ્રિય વડે પ્રથમવાર જાણેલ પદાર્થ સતત યાદ રહેવો તે. (૨) વાસના - જાણેલ, જોયેલ, સમજેલ પદાર્થો ફરી યાદ આવે તેના કારણરૂપ આત્મામાં તેના સંસ્કારો રહેવા તે. કાળ સંખ્યાતો અથવા અસંખ્યાતો કાળ. સંખ્યાતો કાળ - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચને પહેલાં નાની વયમાં જોએલ-જાણેલ પદાર્થ પાછલી વયમાં યાદ આવે તે અપેક્ષાએ. અસંખ્યાતો કાળ - દેવ, નારક, યુગલિક, મનુષ્ય, તિર્યંચોને તે
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy