SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ એટલે કે બાંધ્યા પછી અનન્તર ભવમાં જ ઉદયમાં અવશ્ય આવે તેમ જાણવું. આયુષ્યકર્મનો ઉદય થતાં જીવને ગતિ-જાતિ-શરીર વિગેરેની પણ પ્રાપ્તિ થાય છે તેથી આયુકર્મ પછી “નામકર્મ” કહ્યું છે. નામકર્મ છä કહ્યું છે. નામકર્મના ઉદયથી ગતિઆદિક પ્રાપ્ત થતાં ઉત્તમ કક્ષાના સંસ્કારો પ્રાપ્ત થાય તો ઉચ્ચગોત્ર અને નિમ્નકક્ષાના સંસ્કારો પ્રાપ્ત થાય તો નીચગોત્ર કહેવાય તેથી ગોત્રકર્મ કહ્યું. અર્થાત્ શરીરધારી જીવ ઉચ્ચ કે નીચપણે અવશ્ય બોલાવાય. માટે નામકર્મ પછી ગોત્ર કર્મ કહ્યું. ઉચ્ચગોત્ર પ્રાપ્ત થતાં દાનાન્તરાય, લાભાન્તરાયનો વિશેષ ક્ષયોપશમ અને નીચ કુલમાં જન્મેલાને દાનાન્તરાયાદિનો પ્રાયઃ ઉદય વિશેષ હોય તેથી ગોત્રકર્મ પછી અંતરાય કર્મ કહ્યું. “અંતરાય કર્મ” આઠમું છે. આ રીતે આઠ કર્મનો ઉપન્યાસક્રમ જણાવ્યો તેમાં જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદ છે. દર્શનાવરણીયકર્મના ૯ ભેદ છે. વેદનીય કર્મના ૨ ભેદ છે. મોહનીય કર્મના ૨૮ ભેદ છે. આયુષ્ય કર્મને ૪ ભેદ છે. નામકર્મના ૧૦૩ ભેદ છે. ગોત્ર કર્મના ૨ ભેદ છે. અંતરાય કર્મના ૫ ભેદ છે. આઠ કર્મના કુલ ૧૫૮ ભેદ છે. આ સંખ્યા સત્તાની અપેક્ષાએ જણાવેલ છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy