SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ શું ફળ પ્રાપ્ત થાય તેનો વિચાર કરવો તે કર્મવિપાક કહેવાય. ‘F વિવાĪ'' પદથી બતાવેલ છે. કર્મનું સ્વરૂપ ઃ (૧) વર્તમાન જગતની દૃષ્ટિએ કર્મ - વર્તમાન જગતમાં કર્મની વાત તર્ક અને યુક્તિથી સમજવી કે જેથી આ યુગમાં પણ આપણને આ કર્મવિષયક શાસ્ત્રની હકીકત સ્પષ્ટ રીતે સમજાય અને સિદ્ધ થાય. આ જગતમાં માનવી પણ જીવનમાં ન કલ્પી શકે તેવા, ન સમજાય તેવા અવનવા પ્રસંગોનો અનુભવ કરતો હોય છે અને વિચારતો હોય છે કે આ શું...? આ કેવી રીતે...? તે વિષયમાં જ્યારે આત્મા તેના ઊંડાણમાં ઉતરતો જાય છે અને વિચારતો જાય છે ત્યારે તે વાત સ્પષ્ટ ન સમજાય કે ન દેખાય તો પણ એ વાતમાં ગુડલક અને બેડલક તરીકે સ્વીકાર કરે છે. કોઈ તેને ભાગ્ય-નસીબ કહે છે. કોઈ તેને ગ્રહદશા કહે છે. આપણે તેને કર્મ કહીએ છીએ. આ રીતે જગતના સર્વ ધર્મો અને દર્શનો કર્મને જુદા-જુદા શબ્દોરૂપે - જુદા જુદા નિમિત્તરૂપે માને છે એ વાત વિદિત છે. જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ વિષે વિશેષ વિચારણા આ પ્રમાણે છે. (૨) જૈન સિદ્ધાંતની દૃષ્ટિએ કર્મ : જગતમાં જે કોઈ જીવ જે કોઈપણ ક્રિયા-પ્રવૃત્તિ-ચેષ્ટા કરે છે એનું કારણ, ઘણી વખત આ કેવી રીતે થાય છે ? તે આપણને સમજાતું નથી પણ તેનું પણ કારણ હોય છે જ. એ વાત ભલે આપણા વિચાર કે બુદ્ધિમાં ન સમજાય પણ જ્ઞાની પુરૂષો કહે છે કે કોઈપણ કાર્ય કારણ વિના બનતું નથી. જે કાંઈ બને છે તેનું કારણ હોય જ છે. આ સૂક્ષ્મ વાત જ્ઞાનીઓ સમજાવે છે. નિયમ એવો છે કે ‘વ્યારાવું વિના જાર્યું ન મવત્તિ ।' તેથી સ્પષ્ટ કે અસ્પષ્ટ, દૃશ્ય કે અદૃશ્ય, કારણનો વિચાર કરવો પડે. અને સમજાય
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy