SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૨) વ્યક્તિને જોવા માત્રથી અભુત્થાન (ઉભા થવું) - સન્મુખ આવવું પશ્ચાદ્ગમન, અંજલિ કરે ઈત્યાદિ આદરવાળો થાય તે. અનાદેય નામકર્મ : (૧) યુક્તિયુક્ત અને હિતકારી વચન બોલવા છતાં ગ્રહણ કરવા યોગ્ય વચનવાળો ન થાય, તેની વાત કોઈ સ્વીકારે નહીં. (૨) ઉપકાર કરવા છતાં લોકો અભુત્થાન, સન્મુખગમનાદિ ન કરે તે. (૩) હાથ જોડીને કહેવા છતાં તેનું કોઈ સાંભળવા તૈયાર ન થાય તે અનાદેયનામકર્મ. યશ નામકર્મઃ તપ, શૌર્ય, ત્યાગ વિગેરે વડે પ્રાપ્ત કરેલ ખ્યાતિ વડે પ્રશંસા થાય છે. પરાક્રમ વડે અથવા દાન પુણ્યાદિ વડે ખ્યાતિ પામે, પ્રસિદ્ધિ પામે તે. અપયશ નામકર્મ : તપ-ત્યાગ હોવા છતાં પ્રશંસા ન પામે, ખ્યાતિ ન પામે છે. અહીં યશ : કીર્તિમાં તફાવત આ પ્રમાણે - યશ : (૧) સર્વ દિશામાં વાહ-વાહ થાય. (૨) પરાક્રમથી સર્વ દેશ-વિદેશમાં ખ્યાતિ થાય તે યશ કીર્તિ – (૧) દાન-પુણ્યાદિથી ખ્યાતિ થાય તે અથવા (૨) પોતાના દેશમાં-સ્થાનમાં ખ્યાતિ-પ્રશંસા થાય તે. સ્થાવર દશક આનાથી વિપરીત અર્થવાળું છે. તે દશ પ્રકૃતિની પણ વ્યાખ્યાઓ ત્રસાદિની સાથે લખી છે. गोअं दुहुच्च-नीअं, कुलाल इव सुघड-भुंभलाऽइअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥ ५२ ॥
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy