SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૧૫૩ (૧) લબ્ધિ અપર્યાપ્ત ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન જ કરે. ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આયુષ્ય પૂર્ણ થઈ જાય. તેથી બાકીની પર્યાપ્તિઓ કરે નહિ. કાળ-અંતર્મુહૂર્ત : કરણ અપર્યાપ્તા ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી કરી તે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરનાર (લબ્ધિ પર્યાપ્તા) હોય અથવા સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરનાર (લબ્ધિ અપર્યાપ્ત) હોય. તે બન્ને કરણ અપર્યાપ્તા કહેવાય. અહીં કેટલાકના મતે કરણ અપર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત. કરણ પર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિપૂર્ણ કરેલ હોય તે કરણ પર્યાપ્તા કહેવાય. આ મત પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તા પણ કરણ પર્યાપ્તા થાય, તેથી તે લબ્ધિ અપર્યાપ્તા જીવ બે પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત અને બે પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારપછી કરણ પર્યાપ્તા એમ જાણવું. પર્યાપ્તિ (શક્તિ) એક અંતર્મુહૂર્તમાં થાય છે અને તે શક્તિ દ્વારા જીવ શરીરાદિ બનાવે છે. દેવો-નારકીના જીવો લબ્ધિ પર્યાપ્તા જ હોય અને તે કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા એમ બે પ્રકારે કહેવાય. મનુષ્ય-તિર્યંચમાં ચાર ભેદ હોય. તે ચાર ભેદમાં પરસ્પર ભેદો આ પ્રમાણે -
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy