SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિગ્રહગતિનું વર્ણન ૧૩૯ ગાથાર્થ : ગતિ નામકર્મની જેમ આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વી - આ બે મળીને દ્વિક થાય છે. તે આયુષ્ય સહિત ત્રિક થાય છે, આનુપૂર્વીનો ઉદય વક્રગતિમાં યાને વિગ્રહગતિમાં હોય છે. બળદ અને ઉંટની ચાલ જેવું શુભ અને અશુભ વિહાયોગતિ નામકર્મ બે પ્રકારે છે. ॥ ૪૩ ॥ વિવેચન : આનુપૂર્વી નામકર્મ ગતિની જેમ ૪ પ્રકારે છે. આ આનુપૂર્વી નામકર્મ તે તે ગતિની સાથે જ ઉદયમાં આવે છે. આનુપૂર્વી નામકર્મ : ભવાંતરમાં જતા જીવની બે પ્રકારે ગતિ હોય છે. (૧) ઋજુગતિ (૨) વક્રગતિ વિગ્રહગતિમાં એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને જે ગતિ થાય તે આનુપૂર્વીનો અનુભવ કરાવનારી જે પ્રકૃતિ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય છે. આ કર્મ બળદની નાથ જેવું છે. મોક્ષમાં જીવ જાય ત્યારે ઋજુગતીથી જાય અને ચારે ગતિમાં જીવ ૠજુગતિ અને વિગ્રહગતિ (વક્રગતિ) બંને રીતે જાય. જુગતિ એક સમયની છે. વિગ્રહગતિ ૨-૩-૪ કવચિત. ૫ સમયની પણ હોય છે. (૧) ૠજુગતિ' : ઉત્પત્તિસ્થાન નજીક કે દૂર સમશ્રેણીમાં કોઈપણ દિશામાં હોય તો જીવ એક સમયમાં પહોંચી જાય છે. તેને આનુપૂર્વીનો ઉદય ન આવે. કારણ કે વક્રા કરવી પડતી નથી. અને (૧) ઋજુગતિમાં પ્રથમ સમયે જ ભવાન્તરના આયુષ્યોદય અને આહાર હોય છે. વક્રગતિમાં પ્રથમ સમયે પૂર્વભવનો આહાર અને આયુષ્યોદય હોય. પછીના બીજી આદિ સમયોમાં નવા ભવના આયુષ્યનો ઉદય અને ઉત્પત્તિસ્થાનમાં આવે ત્યારે છેલ્લા સમયે આહાર હોય એટલે ઋજુગતિમાં પ્રથમ અને વક્રગતિમાં ચરમસમય વિના આહાર ન હોય. એટલે વક્રગતિમાં જીવ ૨-૩ અને ૫ સમય સુધી અણાહારી હોય...
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy