SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અંગોપાંગનામકર્મ ૧૨૧ ઔ. ગ્રહણવર્ગણા-અભવ્યથી અનંતગુણ પરમાણુવાળીથી એકાદિ અધિક યાવત્ પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ અધિક થાય ત્યાં સુધી. આ રીતે ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય વર્ગણાઓ જાણવી. વાઢુ-પિટ્ટિ-સિર-૩૬, ૨૫-૦૧-સંયુતી-પમુદ્દા । મેલા અંગોવંગા, પઢમતળુતિક્ષુર્વાણિ ।। રૂ૪ ॥ ऊर = શબ્દાર્થ : બાહુ છાતી, તિાસ્સ = = બે હાથ, = બે સાથળ, દુિ = પીઠ, ત્રણ, પમતનુ = પ્રથમના શરીરને. : ગાથાર્થ : બે હાથ, બે સાથળ, પીઠ, માથું, છાતી અને પેટ એ આઠ અંગો છે. આંગળી વગેરે ઉપાંગો છે અને બાકીના અંગોપાંગો છે. પ્રથમના ૩ શરીરને વિષે ઉપાંગ હોય છે. ॥ ૩૪ ॥ વિવેચન : અંગોપાંગ અને તેના કારણરૂપ અંગોપાંગ નામકર્મના ત્રણ ભેદ છે. (૧) ઔદારિક આંગોપાંગ નામકર્મ-ઔદારિક શરીરમાં અંગઉપાંગ અને આંગોપાંગની પ્રાપ્તિ થવાના કારણરૂપ કર્મ. (૨) વૈક્રિય આંગોપાંગ નામકર્મ. (૩) આહારક આંગોપાંગ નામકર્મ. અંગ ઃ શરીરના મુખ્ય અવયવો તે ‘અંગ’ કહેવાય છે. તે અંગ આઠ છે. બે હાથ, બે પગ, પીઠ, માથું, છાતી અને પેટ. ઉપાંગ : અંગના જે અવયવો - પેટા વિભાગ તે ઉપાંગ કહેવાય છે. દા.ત. હાથ અને પગ એ અંગ તેની આંગળીઓ તે ઉપાંગ છે. પીઠ એ અંગ - મણકા એ ઉપાંગ, મુખ એ અંગ તેના નાક, કાન, આંખ, હોઠ, દાંત, વાળ વિગેરે ઉપાંગ છે, પગ એ અંગ-પગના ઢીંચણ ઉપાંગ છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy