SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ નામકર્મ-સંજ્ઞાઓ ગાથાર્થ : ગતિ આદિના અનુક્રમે ચાર-પાંચ-પાંચ-ત્રણ-પાંચપાંચ-છ-છ-પાંચ-બે-પાંચ-આઠ-ચાર-બે એ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિના ઉત્તરભેદ પાંસઠ છે. || ૩૦ || વિવેચન : નામકર્મમાં ચૌદપિંડ પ્રકૃતિઓના ૬૫ ભેદ બતાવ્યા છે તેના ઉત્તરભેદ આ પ્રમાણે છે. (૧) ગતિ નામકર્મ ૪ ભેદવાળું છે. (૨) જાતિ નામકર્મ ૫ ભેદવાળું છે. (૩) શરીર નામકર્મ ૫ ભેદવાળું છે. (૪) ઉપાંગ નામકર્મ ૩ ભેદવાળું છે. (૫) બંધન નામકર્મ ૫ ભેદવાળું (૬) સંઘાતન નામકર્મ ૫ ભેદવાળું છે. (૭) સંઘયણ નામકર્મ ૬ ભેદવાળું છે. (૮) સંસ્થાન નામકર્મ ૬ ભેદવાળું છે. (૯) વર્ણ નામકર્મ ૫ ભેદવાળું છે. (૧૦) ગંધ નામકર્મ ૨ ભેદવાળું છે. (૧૧) રસ નામકર્મ ૫ ભેદવાળું છે. (૧૨) સ્પર્શ નામકર્મ ૮ ભેદવાળું છે. (૧૩) આનુપૂર્વી નામકર્મ ૪ ભેદવાળું છે. (૧૪) વિહાયોગતિ નામકર્મ ૨ ભેદવાળું છે. કુલ ૬૫ ભેદ થાય છે. આ રીતે ૧૪ પિંડ પ્રકૃત્તિના કુલ ૬૫ ઉત્તરભેદ છે. अडवीसजुआ तिनवई, संते वा पनरवंधणे तिसयं । વંથ-સંથાયદો, તપૂણુ સામનવનાર છે રૂ8 | શબ્દાર્થ : તિનવર્ડ = ત્રાણું, તે = સત્તામાં, પનરવંધ = પંદર બંધન, તિર્થ = એકસો ત્રણ, ચાહો = સમાવેશ, સામન = સામાન્યથી.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy