SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ બે વર્ષ પૂર્વે સુરતમાં અધ્યયનાથે ચાતુર્માસ રહેલ પૂ. ધર્મસૂરિ મહારાજ સાહેબનાં સમુદાયમાં પૂ. સ્નેહલતાશ્રીજી મ.સા. તથા પૂ. યશોધર્માશ્રીજી મ.સા. નાં સાધ્વીજી ભગવંતોએ અભ્યાસ કરતી વખતે સમજાવવામાં આવેલ વિષયો પ્રમાણે લખાણ કરી નોટો બનાવી. તે લખાણને જોઈ-તપાસી વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવા વિચાર્યું. આ લખાણ તૈયાર કરવામાં પૂ. શ્રી જિનયશાશ્રીજી મ.સા. ની ઘણું જ મહેનત છે અને તે અનુમોદનીય છે. તૈયાર કરેલ તે લખાણને પૂ. આ. ભ. શ્રી રામસૂરિ મ.સા. (ડહેલાવાળા) ના શિષ્ય પૂ. આ. ભ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય પૂ. શ્રી વિનીતચંદ્રવિજયજી મહારાજ સાહેબે વાંચી યોગ્ય સુધારા-વધારા કરી આપ્યા. | છતાં પણ અભ્યાસક વર્ગને સરળતાથી સમજાય તે આશયથી કર્મગ્રંથના ઉંડાણથી અભ્યાસ કરનાર પૂ. શ્રી રાજરત્નવિજયજી મહારાજ સાહેબને પણ વાંચવા-અવલોકન કરવા આપ્યું. તેઓશ્રીએ કેટલાક સુધારા વધારા સૂચવ્યા તેમજ કેટલીક જગ્યાએ ભાષાને અલંકૃત કરવા પણ બતાવ્યું. આ તે બન્ને મુનિરાજ ભગવંતોની સૂચના મુજબ સુધારા વધારા કરી મેટર તૈયાર કરી પ્રેસ કોપી કરાવી. પ્રેસકોપી કરવામાં પૂ. શ્રી સ્નેહલતાશ્રીજી મ.સા. ની ભલામણથી જિનેશભાઈ શશીકાન્તભાઈ મણિયાર (મોટુભાઈ) પાલીતાણાએ કરી આપી. આ ગ્રંથનું લખાણ તૈયાર કરવામાં અને પ્રકાશિત કરવામાં પૂ. સા. મ. શ્રી સ્નેહલતાશ્રીજી મ.સા., પૂ. શ્રી યશોધર્માશ્રીજી મ. ની પ્રેરણા તથા ઉપદેશથી દ્રવ્ય સહાયતા પ્રાપ્ત થતાં તુરત પ્રકાશિત કરી શકાયેલ છે. તે બદલ તે પૂજ્યોનો ઉપકાર ભૂલાય તેમ નથી. આ ગ્રંથ લખવામાં મુંબઈ ગોરેગાંવસ્થિત પંડિતવર્યશ્રી પુનમચંદભાઈનું સુંદર માર્ગદર્શન મળેલ છે. આ રીતે આ ગ્રંથનું લખાણ તૈયાર કરવામાં અને પ્રકાશિત કરવામાં અનેકનો લાગણીભર્યો સહકાર મળેલ છે. તે બદલ તે સર્વનો અન્તઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. આ ગ્રંથનો અભ્યાસ કરતાં ક્યાંય પણ ક્ષતિ જણાય તો જણાવવા કૃપા કરશો. અજ્ઞાનતાથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ મહેતા રસિકલાલ શાન્તિલાલ (સુઈગામવાળા)
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy