SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કુશળતાપૂર્વક વર્ણવી છે. પછીના શ્લોક(૧૧૦)માં, શ્લોકના પૂર્વાર્ધમાં, વિષ્ણુનાં કુર્મ, શેષ વગેરે રૂપોનું ઐક્ય દર્શાવી, ઉત્તરાર્ધમાં સમદ્રમાંથી નીકળેલી હરિપ્રિયા લક્ષ્મી તથા ભક્તોની ભાગ્યલક્ષીરૂપ સંપત્તિ એક જ છે એમ કાવ્યમયરીતે દર્શાવ્યું છે. આ રીતે બે શ્લોકોમાં શિવ, વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ આદિની એકતા તથા લક્ષ્મી તથા સંપત્તિની એકતાનાં ઉદાહરણો આપ્યાં છે. હવે પછીના શ્લોક(૧૧૧)માં નાગ અને સર્પની એકતા વર્ણવી છે; કેમકે, સમુદ્રમંથન પ્રસંગે, મંદરાચલરૂપી રવૈયાના નેતા તરીકે સર્પરાજ વાસુકિને યોજવામાં આવ્યા હતા. આ શ્લોકમાં, કવિ, સર્પરાજ વાસુકિને, “હે નાગરાજ' તરીકે સંબોધે છે. બાકી, નાગરાજ શબ્દ તે શેષનાગ માટે પ્રયોજાય; નહીં કે વાસુકિ માટે, જે સર્પરાજ છે. આ બંને પાતાલમાં રહે છે. રાજશેખરે આ કવિરૂઢિને પાતાલીય ગણાવી છે છે(ક.મી.અ.૧૬). હવે પછીના, વિવેકમાં નિરૂપેલા, બે કવિસંકેત-પ્રકાર તથા ઉદા. શ્લોક(૧૧૨-૧૧૩), કાવ્યમીમાંસા(અ. ૧૪)માં પ્રકીર્ણદ્રવ્યકવિસમયના દાખલા તરીકે રજૂ થયા છે. દ્રવ્યનિયમનાં દૃષ્ટાંતો - ઉદાહરણોની ચર્ચાના અનુસંધાનમાં રાજશેખરે, ક્ષારસમુદ્ર તથા ક્ષીરસમુદ્રની એકતાના દૃષ્ટાંત ઉદાહરણો રજૂ કર્યા છે. એ જ બે દષ્ટાંતો ‘વિવેક”માં ઉદા. શ્લોક ૧૧૨ તથા ૧૧૩માં રજૂ થયાં છે. આમ તો ભગવાન વિષ્ણુનું શયન તથા લક્ષ્મીની ઉત્પત્તિ શ્રીસમુદ્ર(દૂધસાગર)માં છે, છતાં શ્લોક ૧૧રમાં, કવિરૂઢિને અનુસરીને, ક્ષારસમુદ્ર(ખારો સમુદ્ર)માં ભગવાનનો નિવાસ તથા લક્ષ્મીનો પ્રસવ વર્ણવવામાં આવ્યો છે. આથી ક્ષીરસમુદ્ર અને ક્ષારસમુદ્ર એક જ છે એવી પ્રતીતિ થાય છે. આવી જ રીતે, ગંગાનો સંગમ એક જ પૂર્વસાગર સાથે થાય છે; છતાં, શ્લોક ૧૧૩માં ગંગાને સાતેય સાગરોની પ્રિયતમા તરીકે વર્ણવી છે. આથી કવિરૂઢિ મુજબ સાગર-મહાસાગરની એકતા સિદ્ધ થાય છે. હવે પછીના પાંચ શ્લોકો(૧૧૪૧૧૮)માં પાતાલમાં વસતા દેત્યો, દાનવો તથા અસુરોની એકતા વર્ણવી છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના પાંચ શ્લોકોના આ ઉદાહરણ ગુચ્છના પ્રારંભે વિવેક કારે પ્રસ્તાવનારૂપે કહ્યું છે કે – હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, પ્રફ્લાદ, વિરોચન, બલિરાજા, બાણ વગેરે દૈત્યો કહેવાય છે. વિપ્રચિત, શબર, નમુચિ, પુલોમા વગેરે દાનવો કહેવાય છે; અને બલ, વૃત્ર, વિશુરસ્ત, વૃષપર્વા વગેરે અસુરો કહેવાય છે. પણ (કવિસમંકેત મુજબ) આ સર્વ એક જ છે - જેમકે શ્લોક ૧૧૪માં રજૂ થયેલું બાણભટ્ટની કાદંબરીના મંગલાચરણનું પદ્ય (કાદંબરી, પૂર્વભાગ, શ્લોક૨), બાણ” કે જે દૈત્ય છે, તેને માટે “બાણાસુર” શબ્દ પ્રયોજે છે; શ્લોક ૧૧પમાં ૬૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy