SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ { દાઢના સોનેરી પીળા રંગનું, ઐક્ય છે તે ‘કિરાર્તાર્જુનીય’(૯.૨૨)ના શ્લોક વડે સમજાવ્યું છે. શ્લોક(૧૦૦)માં શુક્લ-ગૌરવર્ણની એકતા વર્ણવી છે. ‘રઘુવંશ’(૨.૩૫)માં રાજા દિલિપને સિંહ કહે છે - ‘હે રાજન, જ્યારે ભગવાન શિવ, કૈલાસ પર્વત જેવા ગૌરવર્ણયુક્ત નંદી પર બેસવાની ઇચ્છા કરે છે ત્યારે પહેલાં મારી પીઠ પર પગ મૂકીને એને પવિત્ર કરે છે - એવો હું અષ્ટમૂર્તિ શિવનો નોકર, નિકુંભનો મિત્ર, કુંભોદ૨ છું.’ અહીં, શિવજીનો નંદી શ્વેત છે તેને ગૌર કહીને શુક્લ-ગૌર વર્ણની એકતા દર્શાવી છે. આ બધાં રંગોની અથવા વર્ણોની એકતાંનાં ઉદાહરણો છે. આવાં ઉદાહરણો બીજા રંગોની એકતા અંગે પણ કાવ્યોમાંથી મળી રહેશે એમ સૂચવવા, ઉદા. શ્લોક૧૦૦ પછી, ગ્રંથકારે, ‘વં વર્ષાન્તરેવુ પિ' – આ પ્રકારે બીજા રંગોમાં પણ ઐક્ય વર્ણવવાનો કવિસંકેત છે એમ જણાવ્યું છે. આ બધા શ્લોકો કાવ્યમીમાંસાના પંદરમા અધ્યાયમાં મળે છે, જ્યાં ‘વર્ણોના એકત્વપૂર્વકના વર્ણનરૂપ' ખાસ કવિસમય કે કવિસંકેતની ચર્ચા કરવામાં આવી છે અને ચર્ચાને અંતે ‘ä વર્ગાન્તરેવુ પિ' એ શબ્દો – ‘વિવેક’માં ઉલ્લેખ્યા છે, તે જ શબ્દોથી રંગોના ઐક્યથી વાત પૂરી કરી છે. જો કે, રાજશેખરે, રંગોના ઐક્યના અનુસંધાનમાં, કવિપરંપરામાં, આંખનાં વિવિધરંગી વર્ણનોની વાત, ચાર ઉદાહરણ શ્લોકો સાથે, પંદરમા અધ્યાયના છેલ્લા ભાગમાં કરી છે અને અધ્યાય સમાપ્ત કર્યો છે. શ્રીહેમચંદ્રાચાર્યે પણ ‘કાવ્યનુશાસન’ના દસમા સૂત્રની વૃત્તિમાં, બીજા પ્રકારના નિમયરૂપ કવિસંકેતના છેલ્લા ત્રણ દાખલાઓમાં, આંખનાં વિવિધરંગી વર્ણન અંગેના દાખલાનો ઉલ્લેખ કર્યો છે અને ‘વિવેક’માં ચાર શ્લોકો(૧૧૯-૧૨૨) વડે આંખની શુક્લતા, શ્યામતા, કૃષ્ણતા તથા મિશ્રવર્ણતાનાં ઉદાહરણો રજૂ કર્યાં છે. આ ચારેય ઉદાહરણો કાવ્યમીમાંસા(અ.૧૫)માં, રંગોના ઐક્યની ચર્ચા પછી, જ્યાં આંખનાં વિવિધરંગી વર્ણનનો અંગેનો બીજા પ્રકારનો કવિસમય નિર્દેશ્યો છે, ત્યાં, મળે છે. બીજા પ્રકારના નિયમરૂપ કવિસમય કે કવિસંકેતમાં જુદા જુદા વર્ણોનું ઐક્ય દર્શાવતાં ઉદાહરણો પૂરાં થયા પછી, ‘વૃત્તિ’માં અર્થોનું ઐક્ય દર્શાવતાં કેટલાંક દૃષ્ટાંતો અપાયાં છે તેમનું વર્ણન પ્રસ્તુત કરતા ઉદાહરણ-શ્લોકો ‘વિવેક’માં રજૂ થયા છે. સસલું અને હરણ વ્યવહારમાં જુદાં છે છતાં ચંદ્રમાં કેટલાક કવિઓ સસલું માનીને ચંદ્રને ‘શશાંક’ એટલે કે ‘જેના અંકમાં શશ(સસલું) છે તે' એમ કહીને ૬૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy