________________
‘ડિત્થ” વગેરે સંજ્ઞાવાચક નામો બોલનારની અરજી પર આધાર રાખે છે, વસ્તુ કે વ્યક્તિના ગુણો કે ધર્મો પર નહીં. વળી, સ્વભાવતઃ સંજ્ઞાવાચક નામો વ્યક્તિનો નિર્દેશ કરે છે, જાતિનો કે સમૂહનો નહીં. સંજ્ઞા માટે વપરાતો ‘દ્રવ્ય શબ્દ પણ એ જ સૂચવે છે કે “ડિત્થ” જેવા શબ્દો સમુદાય માટે નથી. આપણે બાળક માટે દેવદત્ત’ એવી સંજ્ઞા વાપરીએ અને વૃદ્ધ માટેય “દેવદત્ત' સંજ્ઞા વાપરીએ ત્યારે, બન્ને પ્રસંગે કે બન્ને અવસ્થામાં રહેલી ‘દેવદત્ત' નામધારી વ્યક્તિના ગુણો કે ધર્મો સાથે “દેવદત્ત’ શબ્દનો કોઈ જ સંબંધ નથી; કેમકે દેવદત્ત' એ નામ યાદચ્છિક છે, આકસ્મિક છે, મનસ્વી છે. તો પછી, આપણે એમ કેવી રીતે કહી શકીએ કે “દેવદત્ત' એ સંજ્ઞા જે બાળપણમાં કોઈ વ્યક્તિને માટે વપરાતી હતી તે સંજ્ઞા એ માણસની વૃદ્ધાવસ્થામાં વપરાતી “દેવદત્ત” સંજ્ઞાથી જુદી છે ? અને જો એ બે દેવદત્ત સંજ્ઞાઓ જુદી નથી તો પછી એ સંજ્ઞાની જાતિ કેવી રીતે હોય ?
વળી, દેવદત્ત એ નામ જયારે બાળક, વૃદ્ધ, પોપટ, મેના વગેરે ઉચ્ચારે છે ત્યારે તેમાં ભિન્નતા લાગે છે, પણ ઉચ્ચાર કે સ્વરની ભિન્નતાનો શબ્દના અર્થ સાથે કશો જ સંબંધ નથી હોતો. કેમકે અવાજના ફરકથી અર્થમાં ફરક પડતો નથી. " આમ, અર્થ જો એ જ રહે તો સંજ્ઞાની જાતિ ન હોય. અભિન્ન-પ્રત્યય અને અભિન-અભિધાન
આ રીતે સંજ્ઞાની જાતિ હોવા અંગે ઉઠાવવામાં આવતા વાંધાનો ઉત્તર આપતાં જાતિવાદી મીમાંસકો કહે છે કે “સંજ્ઞાનીય જાતિ છે એવા મંતવ્યનો મુખ્ય આધાર છે “અભિન્ન પ્રત્યય” એટલે કે વિચારની સમાનતા. ‘ડિત્થ” એ શબ્દનાં ઉચ્ચારણી ભિન્ન ભિન્ન હોય અને “ડિત્થ' નામધારી વ્યક્તિના વિકાસ કે ક્ષયની જુદીજુદી અવસ્થામાં પણ “ડિW' નામથી એ વ્યક્તિને ઓળખવામાં આવતી હોય તેમ છતાં, ડિત્યનાં જુદાં જુદાં ઉચ્ચારણોમાં રહેલી વિચારની અભિન્નતા(સમાનતા) અને ‘ડિત્થ' શબ્દના વિવિધ પ્રયોગોમાં રહેલી અર્થની અભિન્નતા કે સમાનતા ને કારણે જ, ડિત્થનાં બધાં જ ઉચ્ચારણોમાં તથા ડિW નામધારી બધા પદાર્થોમાં કે અર્થોમાં આપણને “ડિત્યની જાતિ કે ડિત્વનું જ્ઞાન થાય છે. આથી ‘ડિત્થ' વગેરે સંજ્ઞાવાચક શબ્દોમાં પણ “અભિન્નપ્રત્યય” (એક સરખું જ્ઞાન) અને “અભિન્ન-અભિધાન' (એક સરખું નામ) એ બે પ્રમાણોને આધારે “જાતિ” સિદ્ધ થાય છે. આમ, ૧. જયાં ‘ડિત્થ' એ સંજ્ઞાને શબ્દ
૧૩૯