________________
શબ્દો જ્યારે અર્થ આપે છે ત્યારે તે સંકેત પર આધાર રાખે છે. કેમકે શબ્દની અભિધાશક્તિ સંકેતને આધારે પ્રવૃત્ત થાય છે; પણ આ સંકેત કેવી રીતે જાણવા-સમજવો એ પ્રશ્ન છે. બીજા શબ્દોમાં સંકેત કયાં રહેલો છે એ સમજવાનો પ્રશ્ન છે. આ સંદર્ભમાં ચાર વાદ કે મત જાણીતા છે જાત્યાદિ, જાતિરેવ, તદ્ધાનું અને અપહ. વૈયાકરણો - જેમને આલંકારિકો અનુસરે છે – જાત્યાદિવાદના પુરસ્કર્તા છે. મીમાંસકો જાતિરેવ(કેવળ જાતિ)વાદના સમર્થકો છે. નૈયાયિકો તદ્વાન્ (જાતિવાનું કે જાતિવિશિષ્ટ વ્યક્તિ) એ મતના સમર્થકો છે. અને બૌદ્ધો અપોહવાદી છે. મમ્મટે કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસની આઠમી કારિકાના પ્રથમાર્ધમાં સંતિતતુમેં નત્યાજ્ઞિતિદેવ વા એમ કહીને, એ કારિકા(સુત્ર ૧૦)ની વૃત્તિમાં આ વિષયની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. ઉપરાંત ‘મહાભાષ્યકાર પંતજલિનું પ્રસિદ્ધ વાક્ય : જીવનક્ષતો ડિસ્થ” (ડિત્ય નામની સફેદ ચાલતી ગાય) લઈએ તો તેમાં ‘નૌઃ' એ શબ્દ જાતિવાચક છે; શુન્ન: એ ગુણવાચક શબ્દ છે; વત: એ ક્રિયા બતાવે છે તેથી ક્રિયાવાચક શબ્દ છે; અને ડિત્ય એ સંજ્ઞાવાચક શબ્દ છે. આમ, આ વાક્યમાં, ચાર શબ્દો છે તે દરેક શબ્દ અલગ અલગ અર્થ ધરાવે છે. હવે જો વ્યક્તિમાં સંકેત છે એ વાત સ્વીકારીએ તો આ ચારે શબ્દોમાંના દરેક શબ્દનો જુદો અર્થ પ્રાપ્ત નહીં થાય કેમકે “ડિત્યનો સંકેત અમુક વ્યક્તિગત ગાયમાં છે એમ માનીએ એટલે “ડિત્થ' શબ્દથી તે જ ગાયનો બોધ થવાનો. એ જ રીતે, “સફેદ (શુક્લ) શબ્દથી પણ અમુક વ્યક્તિનો બોધ માનેલો હોવાથી એ શબ્દથી પણ એ જ વ્યક્તિગત ગાયનો બોધ થશે. “ચાલતી શબ્દથી અને “ગાય” શબ્દથી પણ એકની એક વ્યક્તિગત ગાયનો જ અર્થ પ્રાપ્ત થવાનો. આમ ગુરૃવત્ત સ્થિઃ ' એ ચાર શબ્દોના જુદાજુદા અર્થ થવાને બદલે એ ચારેય શબ્દોનો એક જ વ્યક્તિ એવો અર્થ થશે. પરિણામે એ ચાર શબ્દોનો જુદો જુદો વિષયવિભાગ થશે નહીં – અર્થભેદ જણાશે નહીં, ઊલટું, એક જ શબ્દથી જ્યાં કામ ચાલે એમ હતું ત્યાં આપણે ચાર શબ્દો વાપરવાની ભૂલ કરી !
આ ભૂલ દૂર કરવા માટે જ સંકેત વ્યક્તિમાં નથી પણ તેની ઉપાધિ (ધર્મ)માં જ છે એમ માનવું જોઈએ.” સંકેત ઉપાધિમાં છે
૧. આનન્ય, ૨. વ્યભિચાર અને ૩. વિષયવિભાગ કે અર્થભેદના અભાવના ત્રણ તર્કદોષો ટાળવા માટે વૈયાકરણો વ્યક્તિની ચતુર્વિધ ઉપાધિમાં સંકેત માને છે; જ્યારે મીમાંસકો વ્યક્તિની જાતિરૂપ ઉપાધિમાં સંકેત માને છે.
૧૩૦