________________
કાવ્યમાં અર્થ
કાવ્યનુશાસન'ના પ્રથમ અધ્યાયનાં ૧૫ થી ૨૧ સુધીનાં સાત સૂત્રો તથા તેમના પરની વૃત્તિ તથા પૂરક માહિતીથી સંચિત “વિવેક' વ્યાખ્યા એ ત્રણેય વિભાગોમાં કાવ્યના અર્થની અથવા કળાના સૌંદર્યની સર્વગ્રાહી વિચારણા કરવામાં આવી છે. અગિયારમા સૂત્રમાં કાવ્યની વ્યાખ્યા કરતાં શ્રીહેમચન્દ્રાચાર્યે દોષ વિનાના, ગુણોથી યુક્ત, સામાન્યતઃ અલંકારોથી યુક્ત જે શબ્દ તથા અર્થ તે કાવ્ય' એવું વિધાન કર્યું છે. એટલે હવે તેઓશ્રી સૂત્ર પંદરથી શરૂ કરી કાવ્યમાં શબ્દ તથા અર્થની બાબતની ચર્ચા હાથ ધરે છે. જો કે મમ્મટે તો કાવ્યપ્રકાશ'(ઉલ્લાસ-૧)માં કાવ્યની વ્યાખ્યા અને કાવ્યના પ્રકારોની વાત કર્યા પછી તરત જ ઉલ્લાસ-૨માં શબ્દ તથા અર્થનું નિરૂપણ હાથ ધર્યું છે. કેમકે શબ્દ અને અર્થ એ કાવ્યનાં સૌથી વધારે મહત્ત્વનાં ઘટક તત્ત્વો છે. પણ આગળ સ્પષ્ટ થશે તેમ, શ્રી હેમચન્દ્રાચાર્યની નિરૂપણ પદ્ધતિ આગવી છે, નિરાળી છે. અર્થના પ્રકારોઃ ચાર પ્રકારના અર્થનું વર્ગીકરણ
પંદરમાં સૂત્રમાં(૧.૧૫) અર્થભેદથી થતા શબ્દના ચાર પ્રકારોનું ગ્રંથકાર નિરૂપણ કરે છે : મુક્યત્વસ્થવ્યથાર્થાત્ મુક્યોતિક્ષા : શબ્દાઃ II (૧.૧૫)
(૧) મુખ્ય અર્થ, (૨) ગૌણ અર્થ, (૩) લક્ષ્ય અર્થ, અને (૪) વ્યંગ્ય અર્થ. આ ચાર અર્થોના ભેદથી, એ ચાર અર્થોને દર્શાવનાર, ચાર પ્રકારના શબ્દો અનુક્રમે (૧) મુખ્ય શબ્દ, (૨) ગૌણ શબ્દ, (૩) લક્ષક શબ્દ અને (૪) વ્યંજક શબ્દ કહેવાય છે.
પંદરમા સૂત્રની વૃત્તિમાં સમજાવ્યું છે કે ૧. મુખ્ય અર્થ બતાવે તે મુખ્ય શબ્દ, ૨. ગૌણ અર્થ બતાવે તે ગૌણ શબ્દ, ૩. લક્ષ્ય અર્થ બતાવે તે લક્ષક શબ્દ, અને ૪. વ્યંગ્ય અર્થ બતાવે તે વ્યંજક શબ્દ. આમ અર્થના ભેદને લીધે શબ્દના
૧૨૭