________________
વ્યાપેલો આ સ્વભાવોકિત અલંકાર શ્લોકના મુખ્ય રસ શૃંગાર(શૃંગરાભાસ)ને સહેજ પણ ઉપકારક થયો નથી અને રસજમાવટ થઈ શકી નથી.
આ શ્લોક અંગે “વૃત્તિમાં જે ટિપ્પણ છે તેમાં “સ્વભાવોકિત છેવટ સુધી ચાલુ રાખી છે (નિર્વાહિતા); પણ તે રસના અંગ તરીકે યોજાઈ નથી(૧ વનિતા)' એ વાક્ય છે તેને તે યોગિતા એ શબ્દો લઈને ગ્રંથકારે સ્વરચિત વિવેક'(પૃ. ૪૨) વ્યાખ્યામાં ચર્ચા ચાલુ રાખી છે. નિરૂપવાના જુદા જુદા રસોને અનુરૂપ થઈને આંખો જુદા જુદા ભાવો વ્યક્ત કરે તેનું વર્ણન કવિઓ કરે છે. જેમ કે નિતિન ઇ. શ્લોકમાં તપ કરતા, પાર્વતીથી સેવાતા, શંકરની સમાધિમાં કામદેવે ભંગ પાડયો ત્યારે તેમનાં ત્રણે નેત્રોનું જુદા જુદા રસને અનુરૂપ વર્ણન મળે છે. જેમ કે પહેલા ચરણમાં શાન્ત રસ, બીજા પાદમાં શૃંગારરસ, ત્રીજા પાદમાં ક્રોધનો ભાવ તથા તેના વિભાવો વગેરે, વર્ણવ્યા છે. તે જ રીતે આ શ્લોક(૧૨)માં પણ જુદી જુદી ક્રિયાઓ સાથે રાવણનાં બધાં (૨૦) નેત્રોનું વર્ણન અયોગ્ય નથી. તેમ છતાં છેલ્લા ચરણમાં ‘વશāમયિમ્' અર્થાત્ (શૃંગાર)રસને વશ થવાથી, એક એક (ખ) જુદી જુદી ક્રિયા કરી રહી છે એમ કહેવામાં આવ્યું છે તેનો અર્થ તો એ કે જો રસને કારણે જ જુદા જુદા નેત્રભાવો જુદાં જુદાં નેત્રોમાં દેખાતાં હોય તો આપણે જરૂર એવી આશા રાખી શકીએ કે એ રસ(શૃંગાર)નું નિરૂપણ, એના વિશિષ્ટ વિભાવો, અનુભાવો અને વ્યભિચારી ભાવોદ્વારા, સમુચિત રીતે, કલાદષ્ટિથી થવું જોઈએ. પણ અહીં, રાવણની આંખોનું વર્ણન પ્રસ્તુત કરતા આ શ્લોક(વૃત્તિ, શ્લો. ૧૨)માં શ્લોકના મુખ્ય રસ(શૃંગાર)ના વિભાવો અને અનુભાવોની મદદથી, રસને અનુરૂપ વ્યભિચારી ભાવો ઉત્પન્ન થતા નિરૂપવામાં આવ્યા જ નથી. એટલે જ ટીકા કરવામાં આવી છે કે મુખ્ય રસને સંબંધ છે ત્યાં સુધી સ્વાભાવોક્તિ અલંકાર કવિપ્રયોજનને ઉપકારક નીવડયો નથી. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવો બરાબર રજૂ કરીને રસનું ઉચિત નિરૂપણ થયું હોય તેવા કાવ્યના ઉદાહરણ તરીકે શ્રી હેમચંદ્રાચાર્ય “સમાયાં તાદ..' . શ્લોક વિર માં ઉદા. ૧૩૪ તરીકે પ્રસ્તુત કરે છે. મહાભારતના સભાપર્વમાં દ્રૌપદીને વાળ પકડીને ખેંચવાનું દુષ્કૃત્ય દુઃશાસન કર્યું તેની અસર વર્ણવતા આ ગ્લાકના અર્થ આ પ્રમાણે છે : “જુગટું રમવામાં ધૂર્ત એવા સો કૌરવોથી ભરેલી એ રાજસભામા, ઋતુમતી અને એક વસ્ત્ર પહેરેલી, દ્રૌપદીને, દુઃશાસનરૂપી નરપિશાચે જે રીતે કેશ વડે ખેંચી તે જોઈને કોને ગુસ્સાભર્યા આંસુ નહીં આવ્યાં હોય - ગુસ્સો અને શોક નહીં થયા હોય?
૧૨૫