SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થયેલી સુંદરતાને વધારે છે પણ તે કાવ્યના અનિવાર્ય ધર્મો નથી. આવા ગુણ અને અલંકાનો ભેદ કરવા છતાં, વામન, ગુણ તથા અલંકાર બંનેને શબ્દ અને અર્થના જ ધર્મો માને છે - માત્ર તેમના પ્રભાવની માત્રામાં ભિન્નતા છે. અર્થાત્, વામનના મતે, ગુણ અને અલંકાર સ્વરૂપથી ભિન્ન નથી, પણ કાવ્યની શોભાના ઉત્પાદનમાં તેમની ભૂમિકા અમુક માત્રામાં વધારે ઓછી છે. આ દૃષ્ટિએ શ્રી હેમચંદ્રાચાર્યને વામનનો ગુણાલંકારવિવેક મૂટિપૂર્ણ લાગે છે અને તેથી જ તેમણે વિવેકીમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે વામનનના મતનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે રસધ્વનિ મતમાં ગુણ તથા અલંકારની જે ભિન્ન ભિન્ન ભૂમિકાઓ દર્શાવેલી છે તે જ સાચી છે. અલંકારની સાચી ભૂમિકા કાવ્યના અંગ એવા શબ્દ તથા અર્થના આશ્રયે રહેતા અને શબ્દ તથા અર્થની સુંદરતા સાધી આપતા અલંકારોની સૂત્ર તેર(૧.૧૩)માં વ્યાખ્યા આપવામાં આવી છે અને વૃત્તિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અલંકારો કાવ્યના પ્રધાન તત્ત્વ(અંગી રસીને ઉપકારક થવા માટે યોજાય છે. આમ, કાવ્યનું પ્રધાન સૌંદર્ય તત્ત્વ રસ હોવાથી, અલંકારો કાવ્યમાં ગૌણ સ્થાને છે. રસના ઉપકારક તત્ત્વ તરીકે જ કાવ્યમાં અલંકારોની ભૂમિકા છે. પણ અલંકારોની આ ભૂમિકા જ તેમને કાવ્યવાણીના આવશ્યક અંગરૂપ બનાવે છે. આથી, કવિનું એ કર્તવ્ય બની રહે છે કે એણે, વિવિધ શબ્દાલંકારો તથા અલંકારોનો કાવ્યમાં એવી રીતે વિનિયોગ કરવો કે જેથી અલંકારો કેળવ બાહ્ય ઠઠારો ન બની રહેતાં ધવ્યના પ્રધાન અર્થ(રસ)નાં ખરેખરાં ઘરેણાં- (અલંકારો કે આભૂષણ) બની રહે. આને માટે કલ્પનાશક્તિ અને વિવેકબુદ્ધિની જરૂર રહે છે. કેમ કે જેમ ઘરેણાને આપણા વ્યક્તિત્વની સુંદરતાનું કારણ માનવામાં આવે છે તેમ વાણીના અલંકારોને કાવ્યના પ્રધાન તત્ત્વ(રસ)ના સૌંદર્યના સહાયક માનવામાં આવે છે. જો પર્યાપ્ત કાળજી અને વિવેકપૂર્વક અલંકારોને યોજવામાં આવે તો, અલંકાર નિઃશંક કાવ્યના રસને ઉપકારક થવાની તેમની ભૂમિકા બરાબર ભજવી શકશે. અલંકારસમીક્ષા અલંકારોના વિનિયોગ માટે સામાન્ય માર્ગદર્શન આ હેતુથી જ શ્રી હેમચંદ્રાચાર્ય રસાસ્વાદને મદદરૂપ થાય તેવી રીતે કાવ્યમાં અલંકારો યોજવા અંગે સર્વસામાન્ય માર્ગદર્શન આપે છે. સૂત્ર ચોદ(૧.૧૪)માં આચાર્યશ્રી કહે છે કે – ૧૧૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy