SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ખરું જોતાં. આવા અલંકારોને કાવ્યમાંથી રૂખસદ આપવામાં આવે તો પણ કાવ્યના સૌંદર્યને કશી જ હાનિ થશે નહીં. બીજા શબ્દોમાં, ગુણો, કાવ્યાત્મા રસ સાથે, અંતર્ગત રીતે સંલગ્ન હોવાથી, કદાપિ દૂર કરી શકાતા નથી કે છોડી શકાતા નથી. પણ અલંકારો તો કાવ્યના શબ્દાર્થરૂપ શરીરના બાહ્ય શણગારરૂપ હોવાથી, કાવ્યના રસને હાનિ પહોંચાડયા વગર એમનો સ્વીકાર કે ત્યાગ કરી શકાય છે.” આ મુદ્દો સ્પષ્ટ કરવા માટે શ્રી હેમચંદ્રાચાર્ય નક્કર ઉદાહરણો આપે છે, શ્લોકો રજૂ કરે છે અને પોતાનું એ નિરીક્ષણ પરિપુષ્ટ કરે છે કે શબ્દના કે અર્થના અલંકારો દૂર કરવામાં આવે કે બદલવામાં આવે તો પણ કાવ્યના સૌંદર્યને કશો વાંધો આવતો નથી. વિવેક (ગ્લો. ૧૨૭)માં પહેલાં શબ્દાલંકારમાં ફેરફાર કરવાને લગતું એક દષ્ટાંત આપવા ગ્રંથકાર શિવજીની સ્તુતિનો એક શ્લોક રજૂ કરે છે : अलंकृतजटाचक्रं चारुचन्द्रमरीचिभिः । मृडानीदत्तदेहा) नमामः परमेश्वरम् ॥ આ શ્લોકના બીજા ચરણ ‘વારુન્દ્રામિડ'માં અનુપ્રાસ નામનો શબ્દાલંકાર છે તેને, અર્થમાં ફેરફાર કર્યા વિના જ, બદલીને તુ —મરીમિ : એવા શબ્દો પ્રયોજવા છતાં, શ્લોકમાં વ્યક્ત થયેલા ભક્તિભાવને કે ઉત્કટ પ્રેમની લાગણીને જરા પણ બાધ આવતો નથી. બીજા ઉદાહરણ(શ્લોક. ૧૨૮)માં અર્થાલંકારને દૂર કરવાનો પ્રયાસ છે : श्यामां स्मितासितसरोजदृशं कराय॒रिन्दौ विभूषयति बालमृणाल कल्पैः । आरेभिरे रचयितुं प्रतिकर्म नार्यः कार्याणि नायतदृशोऽवसरे त्यजन्ति ॥ . અર્થાત્ “નીલકમલ જેવાં જરા ખુલેલાં નેત્રોવાળી રાત્રિરૂપી રમણીને ચન્દ્રમાં કોમળ કમળતંતુ જેવાં સુંદર કિરણોના છેડાથી વિભૂષિત કરવા લાગ્યો ત્યાં જ કામિનીઓ(સ્ત્રીઓ)એ દીર્ધદષ્ટિથી નેપથ્થાલંકાર સજવા શરૂ કર્યા; કેમ કે દીર્ધદષ્ટિવાળા પ્રસંગને અનુરૂપ કાર્ય કરવાનું છોડતા નથી.” આ શ્લોકમાં બે અર્થાલંકાર છે. વાતકૃતિઃ એ પદમાં ઉપમા અલંકાર છે; જ્યારે, સમગ્ર શ્લોકમાં, રાત્રિને ચંદ્ર શણગારે છે તે જોઈને પોતાનો પ્રેમકડાનો સમય નજીક છે એમ માની કામિનીઓએ પણ એ સમયને ઉચિત ૧૧૦.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy