SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ હોય? હું પણ ત્યાં જાઉ એવી ભાવના છે. પણ અફસોસ કે પ્રણીઓને પોતપોતાના કર્મ મુજબ જુદા જુદા પ્રકારનાં દુર્દેવનાં પરિણામો સહેવાં પડે છે (ઉદા. પ૮). પ્રકીર્ણ શિક્ષાપ્રકારો સ્વપજ્ઞ “અલંકારચૂડામણિ વૃત્તિમાં દસમા સૂત્ર અંગે ગ્રંથકારે કરેલી સ્પષ્ટતામાં “સાણાપૂરVIધાઃ (શિક્ષા:)' એ પદ . અહીં અસમસ્યાપુરણ'માં જે આદ્ય'(વગેરે) શબ્દ છે, તેના વડે, શિક્ષાના ક્ષેત્રમાં, બીજા ચાર ગૌણ પ્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર ગૌણ શિક્ષા-પ્રકારો છે : ૧. વાક્યર્થશૂન્યવૃત્તાભ્યાસઃ ૨.પુરાતનવૃત્ત ષ પદપરાવૃજ્યભ્યાસઃ ૩, | મહાકાવ્યાર્થચર્વણા અને ૪. પરકૃતકાવ્યપાઠ.. આ સંદર્ભમાં, ક્ષેમેન્દ્રકૃત “કવિકંઠાભરણ'ના પ્રથમ સંધિમાં, ત્રણ પ્રકારના કવિશિષ્યોમાંથી, બીજા પ્રકારના “કુછૂસાધ્ય (કષ્ટ વડે તૈયાર કરી શકાય તેવા) શિષ્યોને જે ઉપદેશ આપ્યો છે, તેમાં, મહાવરા માટે(અભ્યાસતો:), નવા શિષ્ય, વાક્યરૂપે જેમનો કશો અર્થ થતો નથી તેવા શબ્દો ગોઠવીને, છંદોબદ્ધ રચના કરવી તથા ૨. પ્રાચીન કવિના શ્લોકના શબ્દોમાં, અર્થ અકબંધ રાખીને, ફેરફાર કરીને રચના કરવી એ બે મુદા રજૂ થયા છે. ક્ષેમેન્દ્ર કહે છે - अभ्यासहेतोः पदसंनिवेशैर्वाक्यार्थशून्यैर्विदधीत वृत्तम् । श्लोकं परावृत्तिपदैः पुराणं यथास्थितार्थं पयिपूरयेच्च ॥ (કવિ. ક. ૧. ૨૧) ટૂંકમાં, મેન્દ્ર પણ નવાં કવિના મહાવરા કે અભ્યાસ માટે - ૧. “વાક્યર્થશૂન્યવૃત્તાભ્યાસ-એટલે કે વાક્યરૂપે અર્થશૂન્ય એવા પદોની ગોઠવણી કરીને છંદનો મહાવરો કરવો; અને, ૨. પુરાતનવૃત્તેષ પદપરાવૃજ્યભાસઃ- અર્થાત્ જૂનાં કાવ્યોમાંના શબ્દો, અર્થફેર કર્યા વિના, બદલીને, કાવ્ય-રચનાનો મહાવરો કરવો – એ બે બાબતોનો ઉલ્લેખ કરે છે. “વિવેકમાં “વાક્યર્થશૂન્યવૃત્તાભ્યાસ'ના ઉદાહરણ તરીકે રજૂ થયેલો શ્લોક(૫૯) તથા પદપરાવૃજ્યભ્યાસ'ના ઉદાહરણ તરીકે રજૂ થયેલા એક જ ક્રમાંક(૬૦) ધરાવતા બે શ્લોકો-(વિવેક, પૃ. ૨૦), એમ ત્રણ શ્લોકો, આ જ સંદર્ભમાં, ક્ષેમેન્દ્રકૃત “કવિ કંઠાભરણ”ના પ્રથમ સંધિના ૨૧મા શ્લોક પછી, ઉદાહરણરૂપે પ્રસ્તુત થયેલા છે. . - ૯૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy