________________
સમસ્યાપૂર્તિનો પ્રથમ પ્રકાર છે પાદસમસ્યા. આ પ્રકારમાં કૃત્સિંહ: પત્તા (હરણના ભયથી સિંહ ભાગે છે) અને સમુદ્રીહૂતિસ્થિતા' (સમુદ્રમાંથી ધૂળ ઊડી) એ બે ચરણો, બે જુદા જુદા શ્લોકોના ચોથા ચરણ તરીકે યોજીને, બે, પૂરેપૂરા, અર્થપૂર્ણ, શ્લોકો રચવા માટે, નવા કવિ સામે મૂક્યા છે. દેખીતી રીતે વિરોધાભાસી અર્થવાળા આ બે ચરણો, ત્રણ-ત્રણ નવાં ચરણોવાળા બે શ્લોકો રચીને, બંધબેસતા અર્થવાળાં કરવાનાં છે. આ જ કવિની કસોટી છે, કોયડો છે – જો કે આવા કોયડા સાહિત્યમાં ખૂબજ રસપ્રદ કવિશિક્ષણ પૂરું પાડે છે. આવી પાદસમસ્યાપૂર્તિનાં ગ્રંથકારે બે દષ્ટાંતો આપ્યાં છે. “કૃતિં: પલાયતે' એ પંક્તિનો ચોથા ચરણમાં વિનિયોગ કરીને કવિએ ઉદા.(પર)નો નવો શ્લોક બનાવ્યો છે, જેમાં પ્રથમ ત્રણ ચરણ કવિનાં પોતાનાં રચેલા છે. શ્લોકોનો અર્થ છે : “મદમસ્ત હાથીઓનાં ગંડસ્થળોને ચીરી નાખવાની હિંમત ધરાવતો સિંહ, પણ, ભાગ્ય પ્રતિકૂળ બને ત્યારે, હરણથી ભયભીત થઈ ભાગે છે.” આ નવીન રચનામાં, કવિએ, કુશળતાપૂર્વક, ‘સિંહ હરણથી ભાગે છે' એ વિરોધાભાસી ચરણનો, નવાં ત્રણ ચરણો રચીને, બંધબેસતો અર્થ નીપજાવી, અર્થપૂર્ણ શ્લોક બનાવ્યો છે. આવી જ રીતે, કવિએ, “સમુદ્રાકૂતિંસ્થિતા' એ ચરણ વડે પણ, નવાં ત્રણ ચરણો યોજીને, અર્થપૂર્ણ શ્લોકપ૩) બનાવ્યો છે. આ શ્લોકનો અર્થ છે : “સીતાના સમાગમની તીવ્ર ઉત્કંઠાથી જેમણે ધનુષ્યને કાન સુધી ખેચ્યું છે એવા રામના બાણરૂપી અંગારાથી શોષાઈ-સુકાઈ ગયેલા સમુદ્રમાંથી પણ ધૂળ ઊડી.” આમ, “સમુદ્રના અગાધ જળમાંથી ધૂળ ઊડે એ અસંભવિત, વિરોધાભાસી અર્થવાળા ચોથા ચરણને, કવિએ, ચતુરાઈપૂર્વક, બીજાં ત્રણ નવાં ચરણ યોજી, બંધબેસતા અર્થવાળું કર્યું છે. આ બંને શ્લોકો પર તથા પ૩) પાદસમસ્યાની પૂર્તિનાં ઉદાહરણો છે.
સમસ્યાપૂર્તિ માટે શ્લોકનાં બે ચરણ આપેલાં હોય અને કવિને બે નવાં પાદ રચી અર્થપૂર્ણ શ્લોક રચવાનો હોય ત્યારે તે પાદયસમસ્યાપૂર્તિનું ઉદાહરણ બને. વિવેક'માં આ પાદયસમસ્યાની સમજ આપવા માટે, પ્રથમ, શ્લોકનાં બે ચરણ (બીજું અને ચોથું ચરણ) આપ્યાં છે. આમાં બીજું ચરણ છેઃ “પવિત્રના '. ચોથું ચરણ છે : નંયાં રાવળો હતા. આ બંને ચરણો અસંબદ્ધ જેવાં છે. પણ, કુશળતાપૂર્વક, પ્રથમ અને તૃતીય ચરણ, નવેરસથી રચીને, કવિ, એક સુસંબદ્ધ શ્લોક(૫૪) તૈયાર કરે છેઃ “હે મરણોન્મુખ માણસ !મરણ નજીક આવ્યું છે, છતાં, હજી, તારે ચવ્ય, ચિત્રક અને નાગર એ દવાઓ શા કામની છે? દવાઓ તારે માટે આ
૮૩