SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકમાં ઉદા. શ્લોક ૩૩ અને ૩૪માં પ્રતિબિંબકલ્પ અનુકરણ કેવી રીતે થાય છે તે દર્શાવાયું છે. પાતુ ૩:૦ એ પ્રતીકવાળા ઉદા. શ્લો. ૩૩માં મૂળ શ્લોક રજૂ કર્યો છે. જેમાં “ભગવાન પશુપતિ(શંકર)ના ગળામાં વીંટળાયેલા, ભમરાઓ જેવા કાળા, (શંકરના) નીલકંઠમાંથી નીકળેલા અને ચંદ્રમાનાં અમૃતમય કિરણોથી સીંચાયેલા કાલાકૂટ(ઝેર)ના અંકુરો જેવી શોભા ધારણા કરતા, સર્પ સૌનું રક્ષણ કરે” એવી કામના વ્યક્ત થઈ છે. આ મૂળ કલોકનો પૂરેપૂરો અર્થ, જુદી વાક્યરચનામાં, અનુકરણકર્તાએ, નયન નની એ પ્રતીકવાળા શ્લોક(૩૪)માં રજૂ કર્યો છે : “ભગવાન શંકર(નીલકંઠ)ના વિશાળ જટાજૂટમાં લટકતા અને ગંગાજળના સતત ટપકતા જળથી ઊગતા કાલકૂટ(ઝેર)ના અંકુરોની જેમ શોભતા, શ્યામવર્ણના સર્પોનો જય હો.” આ બીજો શ્લોક પ્રથમ શ્લોકના ' પ્રતિબિંબ જેવો જ છે એ સ્પષ્ટ છે. આ બંને શ્લોકો “કાવ્યમીમાંસા'માં છે - જેમાં ચંદ્રામૃતાબુને બદલે “ગંગાબુનો પ્રયોગ જ નવો ગણાય. રાજશેખરે આલેખ્યપ્રખ્ય અનુકરણ-પ્રકારની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે(વિવેક, અવતરણ-૭) : “મૂળકાવ્યનો અર્થ, જરાક સંસ્કાર(ફેરફાર) વગેરે ... કરી દેવાથી (નવા કાવ્યમાં) એ અર્થ જુદો હોય તેમ લાગે તો અર્થચતુર વિદ્વાનો એ પ્રકારના અનુકરણને આલેખ્યપ્રખ્ય કહે છે.” આના ઉદાહરણ તરીકે વિવેકમાં એક જ શ્લોક(૩૫) રજૂ થયો છે જે રાજશેખરે(કા. મી.અ. ૧૨) ઉપયોગમાં લીધેલો શ્લોક જ છે. ગતિ ધવતવ્યાધી: એ પ્રતીકવાળો આ શ્લોક, ઉપર ઉદા. ૩૩માં રજૂ થયેલા શ્લોકમાં, જરાક ફેરફાર કરીને રચેલો છેઃ “ભગવાન શંકર(શંભુ)ની જટામાં વસતા સફેદ રંગના સર્પોનો જય હો - જે ગંગાના સતત વહેતા પ્રવાહથી સીંચાતા ચંદ્રમા રૂપી શ્વેત-કંદના અંકુર જેવા લાગે છે.” આ શ્લોકમાં અર્થ એનો એ જ છે. ફરક એટલો જ છે કે ગળામાં લટકતા કાળાસર્પોને ‘વિષાંકુર’ન કહેતાં, જટાજૂટમાં વસતા સફેદ સર્પોને ‘ચંદ્રકન્દાંકુર’ તરીકે, સંસ્કારીને, ઓપ આપીને, વર્ણવ્યા છે. આમ, આ આલેખ્યપ્રખ્ય કે ચિત્રની ઢબનો અનુકરણ-પ્રકાર છે. અનુકરણના આલેખ્યપ્રખ્ય પ્રકારને રાજશેખરે સ્વીકાર્ય ગણ્યો છે. કાવ્યમીમાંસાના તેરમા અધ્યાયમાં, આલેખ્યપ્રખ્યના આઠ પેટા-પ્રકારોના વિવરણ બાદ, રાજશેખર કહે છે તા ના ગાલ્લેરપ્રસ્થ પિતા: સોયનુદ્દિો : | અર્થાત્ “આલેખ્યપ્રખ્યના આ (આઠ) ભેદ છે. આ કવિઓ માટે સ્વીકાર્ય માર્ગ છે.” ટૂંકમાં, રાજશેખરના મતે, આલેખ્યપ્રખ્ય કે ચિત્રની ઢબે અનુકરણ કરવું એ ખોટું નથી; કેમકે, જેમ એક જ નટ, જુદા જુદા
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy