SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ઉદ્યોતઃ ૧૪ ૧૪.૨ “ભક્તિ ધ્વનિનું લક્ષણ છે એમ પણ થઈ શકતું નથી, એ કહે છે. અતિવ્યાતિ અને અવ્યામિ દોષોને કારણે ધ્વનિ, ભક્તિથી લક્ષિત પણ થઈ શકતો નથી.' (અર્થાત્ લક્ષણા એ ધ્વનિનું લક્ષણ પણ નથી.) ભક્તિ ધ્વનિનું લક્ષણ થઈ શકતી નથી. કેમ? અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિને કારણે. તેમાં અતિવ્યાપ્તિ, કારણ કે ધ્વનિથી ભિન્ન વિષયમાં પણ ભક્તિનો (લક્ષણાનો) સંભવ છે. વળી જ્યાં વ્યંગ્યને કારણે થતું મહાન સૌષ્ઠવ નથી ત્યાં પણ ગૌણ શબ્દશક્તિથી પ્રસિદ્ધ અથવા રૂઢિથી વ્યવહાર કરનારા કવિઓ દેખાય છે. જેમ કે, ૧૪.૩ “કમલિનીપત્રોનું આ શયન (સાગરિકાના) પુષ્ટ સ્તન અને જઘનના સંસર્ગથી બન્ને બાજુ મલિન થઈ ગયું છે અને શરીરના વચ્ચેનો ભાગ પાંદડાને સ્પર્યો ન હોઈ (પથારીનો) એ ભાગ લીલો છે. શિથિલ ભુજાઓ આમ તેમ ફેંકવાને લીધે તેની રચના અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. આ રીતે આ કમલિનીપત્રની શય્યા કૃશાંગી (સાગરિકા)ના સંતાપને કહી રહી છે.” તથા પ્રિયને સો વાર ચુંબન કરે છે. હજાર વાર આલિંગન કરે છે. વિરામ કરીને રમણ કરે છે તોપણ પુનરુક્ત (અરુચિકર) નથી થતો.” તયા “ઐરિણી સ્ત્રીઓ ક્રોધે ભરાયેલી હોય કે પ્રસન્ન હોય, સ્વતી હોય કે હસતી હોય, ગમે તે સ્થિતિમાં ગ્રહણ કરો, તે હૃદયને હરી લે છે.” તયા પ્રિયતમે પોતાની નવોઢા પત્નીના સ્તન પર હળવેથી પ્રહાર કર્યો ત્યારે તે (પ્રહાર) મૃદુ હોવા છતાં સપત્નીઓના હૃદયને દુઃસહુ થઈ ગયો.” તયા જે બીજાને માટે પીડા (કષ્ટ યા પીડન અર્થાત્ રસ કાઢતી વખતે કોલુમાં પીડિત થવું)નો અનુભવ કરે છે, તોડવામાં આવે ત્યારે પણ મધુર (મીઠી) બની રહે છે. બધાને જેનો વિકાર (રસ અથવા દોષ) પણ સારો લાગે છે. તે ઈશુ-શેરડી-જો ખરાબ જમીનમાં પડીને વધી શકી નહીં તો તે શેરડીનો દોષ (અપરાધ) છે, ગુણહીન-કસ વગરની-મભૂમિનો નહીં?” અહીં ઈસુ પક્ષમાં “અનુમતિ” શબ્દ (ભાક્ત) છે. આ પ્રકારના શબ્દ ક્યારેય ધ્વનિનો વિષય થતા નથી
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy