SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ઉદ્યોત : ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ ૮૩ વૃત્તિ-તે વ્યંગ્ય અર્થ અને તેને અભિવ્યક્ત કરવાના સામર્થ્યવાળો કોઈક શબ્દ, બધા નહીં. મહાકવિના તે શબ્દ અને અર્થ (કવિઓએ) જાણી લેવા જોઈએ. સારી રીતે પ્રયોજાયેલ વ્યંગ્ય અને વ્યંજકથી જ મહાકવિને મહાકવિત્વનો લાભ થાય છે. વાચ્ય-વાચકની રચનાથી નહીં. હવે વ્યંગ્ય અને વ્યંજકનું પ્રાધાન્ય હોવા છતાં કવિઓ જે પહેલાં વાચ્ય-વાચકને જ ગ્રહણ કરે છે તે પણ યોગ્ય છે એમ કહે છે કારિકા-૯ જેવી રીતે જોવાની ઇચ્છાવાળો મનુષ્ય, તેનો ઉપાય હોવાને લીધે દીપશિખાને માટે યત્ન કરે છે, તેવી રીતે તે (વ્યંગ્ય અર્થ)ની ઇચ્છાવાળો (કવિ) (તેનો ઉપાય હોવાને લીધે) વાચ્યાર્થ પ્રત્યે આદરયુક્ત બને છે. વૃત્તિ-જે પ્રકારે આલોક (દશ્ય) જોવાની ઇચ્છાવાળો મનુષ્ય દીપશિખામાં ( (તેને સાચવવામાં), ઉપાયરૂપ હોવાથી, (પ્રથમ) પ્રયત્ન કરે છે; દીપશિખા વિના આલોક જોઈ શકાતો નથી. એ રીતે વ્યંગ્ય અર્થ પ્રત્યે આદરવાળો મનુષ્ય પણ વાચ્યાર્થમાં યત્નવાળો થાય છે. અહીં પ્રતિપાઠક (વક્તા) કવિનો વ્યંગ્યાર્થ પ્રત્યે કયા પ્રકારનો વ્યાપાર હોય છે એ દર્શાવાયું છે. પ્રતિપાઘ (શ્રોતા)ની દષ્ટિથી પણ તે દર્શાવવા કહે છે કારિકા-૧૦ જેમ પદાર્ય દ્વારા (=રાબ્દના અર્થ દ્વારા) વાકચાર્યની પ્રતીતિ થાય છે, તેમ તે (વ્યંગ્ય) અર્થની પ્રતીતિ વાચ્યાર્થ (ના જ્ઞાન)પૂર્વક થાય છે. વૃત્તિ-જેમ શબ્દના અર્થ દ્વારા વાચના અર્થનો ખોધ થાય છે તેવી રીતે વાચ્યાર્થની પ્રતીતિપૂર્વક વ્યંગ્યાર્થની પ્રતિપત્તિ થાય છે. હવે વાચ્યાર્થની પ્રતીતિદ્વારા તેની પ્રતીતિ થાય તો પણ વ્યંગ્ય અર્થનું પ્રાધાન્ય જેનાથી ન લોપાય તે બતાવે છે કારિકા-૧૧ પદનો અર્થ પોતાના સામર્થ્યથી વાકચના અર્થનું પ્રતિપાદન કરે છે તેમ છતાં, જેમ (પોતાનો વાકચાર્યબોધન રૂપ) વ્યાપાર પૂરો થઈ જવા છતાં (પદનો અર્થ) અલગ પ્રતીત થતો નથી. (અનુસંધાન કારિકા-૧૨ સાથે છે.) વૃત્તિ-જેમ પોતાના સામર્થ્ય (આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિરૂપ) થી જ વાચાર્યને પ્રકાશિત કરવા છતાં પણ વ્યાપાર પૂર્ણ થઈ જતાં પદાર્થ વિભક્તરૂપમાં અલગ પ્રતીત થતો નથી. કારિકા-૧૨ તેમ, તે અર્થ, વાચ્યાર્થથી વિમુખ આત્માવાળા સહૃદયોની તત્ત્વાર્યદર્શિની બુદ્ધિમાં ઝટ અવભાસિત થાય છે. (અર્થાત્ આવી બુદ્ધિમાં પ્રતીયમાન અર્થ એકદમ સમજાય છે.) આમ વાચ્યયી ભિન્ન વ્યંગ્યાર્યનું અસ્તિત્વ પ્રતિપાદિત કરીને પ્રસ્તુતમાં યોજતાં કહે છે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy