SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિન્યાલોક એજ રીતે, આ ધ્વનિ તત્ત્વનો ખ્યાલ આવતાં ઉપનાગરિકા વગેરે શબ્દગત વૃત્તિઓ અને શિકી વગેરે અર્થગત વૃત્તિઓ પણ બધીજ રીતિની માફક રસરૂપી તાત્પર્યવાળી સિદ્ધ થાય છે. રસરૂપી હેતુના સંદર્ભમાં જ વૃત્તિઓ અને રીતિઓ સાર્થક લેખી શકાય. આ બાબત આ કારિકામાં કહી છે ; શ્વેતસ્વાશ્રયા: શ્ચિદ્-- - ઈ.” (ધ્વ. ૩/૪૮.) આ અભિનવગુપ્ત નોધે છે કે નાગરિકવૃતિ શૃંગાર વગેરેમાં વિશ્રામ પામે છે. પરુષાવૃત્તિ રોદ્ર વગેરે દસ રસોમાં અને કોમલા વૃત્તિ હાસ્ય વગેરેમાં જોડાય છે. આનંદવર્ધન પણ પોતાના રસધ્વનિ સિદ્ધાન્તમાં સંઘટના, રીતિ, વૃત્તિ વગેરેને રસનાં વ્યંજક તત્ત્વો તરીકે સાંકળી લે છે. રસ • ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર' માં નાટ્યના સંદર્ભમાં રસની ચર્ચા કરી છે. વિશ્વનાથે “સાહિત્યદર્પણ'માં ‘રસ' ને કાવ્યનાં બધાં સ્વરૂપોના સંદર્ભમાં વિચારી તેને કાવ્યનો આત્મા કહેલ છે અને વાર્યા રસાત્મ વ્યિમ્ ! એમ કાવ્યલક્ષણ આપ્યું છે. આનંદવર્ધને “સમાવવામાન.... ઈ. ૨/૩” માં રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ વગેરે ગણાવ્યાં. એ કારિકા પરની આ પુસ્તકમાં આપેલ અભ્યાસ નોંધ (પૃ. ૨૬૫ થી ૨૭૦) માં એમને વિસ્તારથી સમજાવેલ છે. ભારતના રસસૂત્ર (ના-શા.અ.૬) ને, તેમાં આવતા ખાસ શબ્દોને તથા લોલ્લટ વગેરેનાં અર્થઘટનોને સમજાવેલ છે. અસંલક્ષ્યક્રમ વ્યંગ્યની ચર્ચા દરમ્યાન રસાદિ ધ્વનિને આનંદવર્ધને સમજાવ્યો છે તથા વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ કરતાં તેને ચઢિયાતો કહ્યો છે. કાવ્યમાં રસાદિ પ્રધાનપણે વ્યંજિત હોય તો તે ઉત્તમ કાવ્ય છે યાને તે રસાદિધ્વનિ કાવ્ય છે. રસાદિ જ્યારે ગૌણ હોય તો તે કાવ્ય 'ગુણીભૂત વ્યંગ્ય’ યાને મધ્યમ કાવ્ય છે. અને વ્યંગ્યાર્થ વિનાનું કાવ્ય અધમ કાવ્ય, ચિત્ર કાવ્ય છે. અભિનવગુપ્તના સાધારણીકરણ મત મુજબ રસની નિષ્પત્તિ વ્યંજના દ્વારા જ થાય છે. આમ રસસંપ્રદાયને ધ્વનિસિદ્ધાંતમાં સમાવેલ છે. કાવ્યદોષનું નિરૂપણ - દોષની બાબતમાં ભામથી માંડીને આનંદવર્ધન અને તેમના અનુગામીઓમાં એક રીતે એકમતી જોવા મળે છે અને તે એ કે કાવ્યમાં ‘દોષ’ રહેવો જોઈએ નહીં. આનંદવર્ધન “રસધ્વનિ' ના સંદર્ભમાં દોષના નિત્યત્વઅનિત્યત્વનો વિચાર સૂચવે છે. જે તેમના અનુગામીઓમાં સર્વસ્વીકૃત બને છે.' જેમ ગુણ, અલંકાર વગેરે રસધ્વનિરૂપી કાવ્યાત્માના સંદર્ભમાં ઘટાવવામાં આવ્યાં તેવી જ રીતે દોષ વિચાર પણ એજ સંદર્ભમાં પ્રવર્તિત કરાયો. ૧. ડો. તપસ્વી નાની – ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ – ૧ – ૧૧.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy