SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ધ્વન્યાલોક રસમય લાગે તેવી વિવિધ કથાઓ હોવા છતાં, કવિએ વિભાવ વગેરેની દષ્ટિએ ઔચિત્યપૂર્ણ ક્યાવસ્તુ જ ગ્રહણ કરવી જોઈએ. કલ્પિત ક્યાવસ્તુ બાબત કવિ એ સાવધાન રહેવું જોઈએ. કલ્પિત કથાવસ્તુનું એવી રીતે નિર્માણ કરવું જોઈએ કે જેથી તે સંપૂર્ણ રસમય જ પ્રતીત થાય. રસ વિરોધી બાબતો છોડી દેવી જોઈએ. રામાયણ વગેરેમાં જાણીતી કથામાં મરજી મુજબ ફેરફાર કરવાની છૂટ લેવી જોઈએ નહીં. કોઈ પરિવર્તન કરવામાં આવે તો તે રસવિરોધી ન હોવું જોઈએ. જે લોચા તત્ વિધિની ન યોજ્યા ! ' (૨) ઐતિહાસિક ક્રમથી પ્રાપ્ત થઈ હોવા છતાં રસને પ્રતિકૂળ કયાંશ છોડીને, વચ્ચે અભીષ્ટ રસને અનુકૂળ નવીન કલ્પના કરીને પણ કથાનું સંસ્કરણ. જેમકે કાલિદાસના “રઘુવંશ'માં અજ વગેરે રાજાઓનું વિવાહ વર્ણન અને અભિજ્ઞાન શાકુંતલ'માં શકુંતલાનું પ્રત્યાખ્યાન, ઈતિહાસમાં એ રીતે વર્ણવાયેલ નથી. પણ કયાને રસાનુગુણ અને રાજા દુષ્યતને ઉદાત્તચરિત બનાવવાને માટે તેની કલ્પના કરવામાં આવી છે. 'અભિજ્ઞાન શાકુંતલ'માં દુર્વાસાનો શાપ, શચિસ્યાનમાં વીંટી પડી જાય છે એ પ્રસંગ, શાપથી થયેલ વિસ્મૃતિમૂલક શકુંતલાનું પ્રત્યાખ્યાન વગેરેની કલ્પના કરીને મહાભારતના ભ્રમરવૃત્તિવાળા દુષ્યતને ઉદાત્ત નાયક બનાવ્યો છે. એજ રીતે ભવભૂતિએ “ઉત્તરરામચરિતના તૃતીય અંકમાં છાયા સીતાની કલ્પના કરીને પથ્થરોને રડાવનાર અને વજને ઓગાળનાર કરુણરસની નિષ્પતિ કરી છે. સર્વસનવિરચિત “હરિવિજય’ માં કાન્તાના અનુનયને માટે પારિજાતહરણનું વર્ણન તથા આનંદવર્ધને જ રચેલા ‘અર્જુનચરિત’ મહાકાવ્યમાં અર્જુનનો પાતાલ વિજય વગેરે પ્રસંગો મૂળ આધાર સ્થાનમાં નહીં હોવા છતાં પણ કથાને રસાનુગુણ બનાવવા માટે કલ્પિત કરવામાં આવેલ છે. કાવ્યનું નિર્માણ કરતી વખતે કવિએ પૂરી રીતે રસ પરતંત્ર બનવું જોઈએ. જો તે આધાર તરીકે લીધેલ કૃતિમાં રસથી વિપરીત સ્થિતિ જાએ તો તેમાં ફેરફાર કરીને સ્વતંત્રરૂપથી રસને અનુરૂપ જુદા પ્રકારની કથા કવિએ બનાવી દેવી જોઈએ. ન હિ વે તિવૃત્તમાત્રનિર્વહન વિચિત્ પ્રયોગનમ, તિહાસ તત્વ સિદ્ધ કથાવસ્તુનો નિર્વાહ કરી દેવા માત્રથી કવિને કોઈ લાભ નથી. કેમકે તે પ્રયોજન તો ઈતિહાસથી પણ સિદ્ધ થઈ જાય છે. (૩) કેવળ શાસ્ત્રીય વિધાનના પરિપાલનની ઈચ્છાથી નહીં પણ શુદ્ધ રસાભિવ્યક્તિની દષ્ટિએ સંધિ અને સંધ્યગોની રચના નાટ્યશાસ્ત્રમાં કહેલ મુખ, પ્રતિમુખ. ગર્ભ, વિમર્શ અને નિર્વહણ નામની પાંચ સંધિઓ તથા તેનાં ઉપક્ષેપ વગેરે ૬૪ અંગોને રસાભિવ્યક્તિની દષ્ટિએ જોવાં જોઈએ. ઉદા. “રત્નાવલી’ નાટિકામાં. શાસ્ત્ર મર્યાદાનું પાલન કરવા માત્રની ઈચ્છાથી નહીં, જેમકે “વણીસંહાર નાટકમાં તેમાં ‘પ્રતિમુખ સંધિના વિલાસ' નામના અંગને, પ્રતરસ રસાઈજિયારામાં કોલ કરે અને રાજા માત્રની ઈચ્છા પ્રતરસ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy