SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક (ધ્ધ. ૨/૨૮). અર્થશક્તિમૂલ ધ્વનિમાં વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિ બન્નેનો સમાવેશ થાય છે. આમ આનંદવર્ધને ધ્વનિના પ્રભાદોને ઉદાહરણ સહિત વિસ્તારથી સમજાવ્યા છે. શ્રી ગણેશા ચંબક દેશપાંડે એ આનંદવર્ધને આપેલ ધ્વનિ પ્રકારોમાં લેખકના વિવિધ દષ્ટિકોણનું દર્શન ક્યું છે.' | (i) વાસ્ય દૃષ્ટિથી-લક્ષણામૂલ ધ્વનિમાં વાચ્યાર્થ વિવક્ષિત જ નથી હોતો તેથી તેને “અવિવક્ષિતવાચ્ય' કહે છે. અભિધામૂલ ધ્વનિમાં વાચ્ય વિવક્ષિત હોય છે. પણ તેનું પર્યવસાન વ્યંગ્ય પ્રતીતિમાં થાય છે. તેથી તેને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ કહે છે. (ii) અભિવ્યક્તિની દષ્ટિથી-(વ્યાપાર દષ્ટિથી) વ્યંગ્યાર્થ જ્યારે અભિવ્યક્ત હોય છે ત્યારે તે અભિવ્યક્તિ-વ્યાપારમાં જે ક્રમ છે તે યા તો ધ્યાનમાં આવશે યા નહીં આવે. આ દષ્ટિથી ધ્વનિના બે ભેદ થાય છે. સંલક્ષ્યક્રમ ધ્વનિ તથા અસંલક્ષ્યમધ્વનિ. (iii) વ્યંજક દષ્ટિથી-ધ્વનિ કાં તો શબ્દશક્તિમૂલ હોય (ઉદા. મદ્રામનો.... ઈ.) યા અશિક્તિમૂલ હોય (ઉદા. સંવેતનમન... ઈ.) યા ઉભયશક્તિમૂલ (= શબ્દાર્થમૂલ) હશે. (iv) વ્યંગ્ય દૃષ્ટિથી ત્રણ ભેદ છે-વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસાદિ ધ્વનિ. તૃતીય ઉદ્યોત કા-૪૪ની અભ્યાસનોધમાં જણાવ્યા મુજબ લોચનકાર અભિનવગુણે ધ્વનિના શુદ્ધભેદ ૩૫, ગુણીભૂત વ્યંગ્યના ૩૫ અને અલંકારોનો-૧ ભેદ કુલ ૭૧ ભેદ દર્શાવ્યા છે. એ ભેદોના ત્રણ પ્રકારના સંકર અને એક પ્રકારની સંસૃષ્ટિ એટલે ૭૧ ૪ ૪ = ૨૮૪ ભેદો થાય. તેને ૩૫ શુદ્ધભેદો સાથે ગુણતાં ૯૯૪૦ પ્રભેદો થાય છે. ધ્વનિના પ્રકારો-પેટા પ્રકારો અંગે ડૉ. રમેશ બેટાઈનું અવલોકન ઉલ્લેખનીય છે, “રસાદિ ધ્વનિના પ્રકારોનો ક્યાંય પણ છેડો નથી, હોઈ શકે નહીં, હોવો જરૂરી પણ નથી. અને આ અનંતતા અને વિવિધતામાં જ રસાદિધ્વનિ કાવ્યનું કાવ્યત્વ, તેનું સાચું સૌદર્ય રહેલું છે. સતત સજીવ કાવ્યને આ ભાવો તથા રસોનું અનન્ય વિશેષ સજીવ અને વિકાસશીલ બનાવે છે.'' આનંદવર્ધને પોતે જ આવી અનંતતાનો ઉલ્લેખ આ વાક્યમાં કર્યો છે : " ન વાચાર્યવિસામોડતિ, યહિ ચાતિમાકુળ: II (ધ્વ. ૪/ ૬.) ૧. . ચં. દેશપાંડે-મારતીય સાહિત્યશાસ્ત્ર (હિન્દી વૃત્તિ) 9. ર૨૨, રરર, રર૪. ૨. ડૉ. રમેશ બેટાઈ- “ધ્વનિ અને પાશ્ચાત્ય ચિંતન' પૃ. ૮.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy