SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ દવન્યાલોક કાવ્યમાં કઈ વસ્તુ પ્રધાન અને કઈ ગૌણ છે. એનો વિવેક, કાવ્યની સમજમાં મહત્ત્વની વસ્તુ છે. કારિકા-૪૨, ૪૩ અને વૃત્તિ: (i) અહીં પૂર્વપક્ષમાં એવો વાંધો પાડેલ છે કે ‘તમે ‘ચિત્રકાવ્ય” નામનો પ્રકાર સ્વીકારો છો તે જ બરાબર નથી. તેનો જવાબ એ આપવામાં આવેલ છે કે વર્ણન માત્ર લાગણીને ઉત્પન્ન કરે છે એ ખરું, પણ વર્ણન કરનારની ઇચ્છા એવી લાગણી ઉત્પન્ન કરવાની છે કે નહીં તે મહત્ત્વનું છે. જ્યાં એવી લાગણી ઉત્પન્ન કરવાની કવિની ઈચ્છા ન હોય ત્યાં અમે ‘ચિત્રકાવ્ય” ગણીએ છીએ. વાચ્ય-વ્યંગ્યના પ્રાધાન્યની જેમ અહીં પણ વિવક્ષા નિર્ણાયક તત્ત્વ છે. જ્યાં રસ કે કોઈ લાગણીનું ઉદ્દીપન થતું નથી ત્યાં ચિત્રકાવ્ય છે. (i) (વયવતીપુ સપ્રજ્ઞાવાનું. (પાઠભેદ પpજ્ઞાતિજ્ઞાથાસુ) “હૃદયવતી’નું પ્રાકૃત નામ અભિનવ મુજબ હિઅઅલંલિઆ’ છે. પ્રવા: = સહૃદયી | પાઠાન્તર જ્ઞાઃિ- (ધર્મ, અર્થ, કામ એ) ત્રિવર્ગ અને (સામ, દામ વગેરે) ઉપાયમાં કુશળ સહૃદયો તે ‘પદ્ધશી' કહેવાય છે, તેજ ગતિરિમ (પાડોશી) કહેવાય છે. ‘દીધિતિ’ ટીકામાં ઉધૃત કરાયેલ લોક મુજબ “ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર અને તત્ત્વાર્થ એમ છમાં જે કુશળ હોય તે પ્રશી કહેવાય. શ્રી ડોલરરાય માંકડ મુજબ “આવા કુશળ માણસે બનાવેલ હૃદયવતી (ચારુત્વભરી) ગાથા તે હૃદયવતી પ્રજ્ઞીની ગાથા એમ અર્થ લાગે છે.(પૃ. ૩૧૯) શ્રી નગીનદાસ પારેખ (પૃ. ૩૧૭) “પ્રાકૃત કોશમાં એ શબ્દ ‘હિઆલી' રૂપે આપેલો છે. તેનો અર્થ કાવ્ય સમસ્યા વિશેષ, ગૂઢાર્થ કાવ્યવિશેષ. એના ઉપરથી બંગાળીમાં ‘હેયાલી’ શબ્દ ઊતરી આવેલો છે. બંગાળીમાં તેનો અર્થ-પ્રહેલિકા, સમસ્યા. સામળની વાર્તાઓમાં નાયક-નાયિકા એકબીજાની ચતુરાઈની પરીક્ષા કરવા સમસ્યાઓ પૂછે છે, તેને આનો જ એક પ્રકાર ગણી શકીએ. કારિકા-૪૪ અને વૃત્તિ (i) સંકર અને સંસૃષ્ટિ અલંકારોના મિશ્રણથી થતા અલંકારો છે. ધ્વનિનું વીગતે વિવેચન ર્યા પછી એના ભેદ ઉપભેદોના સંકરથી અને સંસષ્ટિથી સંખ્યા કેટલી હદે વધી જાય છે, તે આ કારિકા અને વૃત્તિમાં દર્શાવ્યું છે. જેમાં જુદા જુદા ભેદો એકબીજાની સાથે અંગઅંગિભાવે જોડાય તે ‘સંકર અને જેમાં જુદા જુદા ભેદો સ્વતંત્ર રહીને સાથે આવે તે ‘સંસૃષ્ટિ' કહેવાય છે. “સંકરના ત્રણ પ્રકાર છે (૧) અંગાંગિભાવ કે અનુગ્રાહ્ય- અનુગ્રાહક ભાવ. (૨) સસંદેહ (૩) એકપદાનુપ્રવેશ. લોચનકારે ધ્વનિના શુદ્ધ ભેદ ૩૫, ગુણીભૂત વ્યંગ્યના ૩૫ અને અલંકારોનો૧ ભેદ કુલ ૭૧ ભેદ દર્શાવ્યા છે. એ ભેદોના ૩ પ્રકારના સંકર અને ૧ પ્રકારની સંસૃષ્ટિ એટલે ૭૧૮૪ = ૨૮૪ ભેદો થાય. તેને ૩૫ શુદ્ધ ભેદો સાથે ગુણતાં
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy