SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યાલોક અધરને પ્રાપ્ત કરવાની તો વાત જ શી ? આ ધ્વનિ, અભિધામૂલ તરીકે પણ ઓળખાય છે. અવિવક્ષિતવાચ્ય ધ્વનિના બે પ્રકારો છે. (૧) અર્થાન્તર સંક્રમિત વાગ્ય (૨) અત્યંત તિરસ્કૃતવાણ્ય. अर्थान्तरे सङ्क्रमितमत्यन्तं वा तिरस्कृतम् । વિવક્ષિતવાણ, ધ્વને દ્વિધા મતમ્ II (ધ્વ. ૨/૧) વૃત્તિકાર આ ભેદોનાં લક્ષણ આપતા નથી પણ બારોબાર ઉદા. જ આપે છે. આ પ્રકારોનાં નામ જ અર્થ કહી દે છે. અર્થાન્તરસંક્રમિતવાચ્યનાં બે ઉદા. આપવામાં આવ્યાં છે. જેમાંનું પ્રથમ નિધસ્થાત્રિ. ઈ. શ્લોક “મહાનાટક'માંથી લેવામાં આવેલ છે. મમ્મટે 'કાવ્યપ્રકાશમાં તથા વિશ્વનાથે ‘સાહિત્યદર્પણમાં તેને ઉધૃત કરેલ છે. આ શ્લોકમાં ‘’ શબ્દ ધ્વનિ આપનાર છે. બીજું ઉદા. લેખકે પોતાના ગ્રંથ ‘વિષમબાણલીલા' માંથી આપ્યું છે. “તવા ગાયને જુના... ઈ.” તેમાં બીજો ‘મતાનિ' શબ્દ ધ્વનિ આપનાર છે. અત્યંતતિરસ્કૃતવાચ્ય’નાં પણ બે ઉદા. આપવામાં આવ્યાં છે. વિસંક્રાન્તોમાય... ઈ.”, વાલ્મીકિના ‘રામાયણ’ના ઉદા.માં ‘ક’ શબ્દ આ પ્રકારનો ધ્વનિ આપે છે. વાપતિરાજના “ગૌડવહો’નો,બીજા ઉદા. માટે ઉદ્ભૂત કરાયેલ શ્લોક, “Thi ૪ મત્તઉં... ઈ.” માં મત્ત અને નિરંજાર શબ્દો ‘અત્યંતતિરસ્કૃતવાચ્યધ્વનિ' આપે છે. ત્યારપછી ‘વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. (૧) અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ અર્થાત્ જેમાં ધ્વનિના વ્યંજના વ્યાપારનો ક્રમ લક્ષિત કરી શકાય નહિ તેવો ધ્વનિ. (૨) સંલક્ષ્યમભંગ્યધ્વનિ, જેમાં વ્યંજના વ્યાપારનો ક્રમ લક્ષિત કરી શકાય છે તેવો ધ્વનિ. (૧) અસંલક્ષ્યકમવ્યંગ્યવનિઃ વિવક્ષિતા પરવાથ્યના ભેદ એ આધાર પર કરાયા છે કે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની પ્રતીતિના મધ્યમાં કોઈ અંતર લક્ષિત થાય છે કે નહીં. જ્યાં વાચ્યાર્થીની પ્રતીતિ પછી તરત જ વ્યંગ્યાર્થની પ્રતીતિ એટલી જલદીથી થઈ જાય છે કે તેની વચ્ચેનું અંતર લક્ષિત જ થતું નથી ત્યાં અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિ હોય છે. તેના રસ, ભાવ,રસાભાસ, ભાવાભાસ, ભાવશાનિ, ભાવસંધિ, ભાવોદય, ભાવશબલતા એમ અનેક ભેદ હોય છે. रसभासतदाभासतत्प्रशान्त्यादिक्रमः । બંને ભાડજમાવેન માસમાનો વ્યવસ્થિતઃ II (દ્ધ. ૨/૩)
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy