SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ધ્વન્યાલોક અસત્ય-માને છે. અખંડ ‘સ્ફોટ’ જ સત્ય છે. તેથી વૈયાકરણમત પ્રમાણે પદાર્થવાકચાર્ય ન્યાય સ્વીકારવામાં આવતો નથી. ભાટ્ટમીમાંસકો જે પદ્મપદાર્થ વગેરે વ્યવહાર અસત્ય માનતા નથી, તેમના મતે પણ ઘટ અને તેના સમયાયિકારણનો ન્યાય લાગુ પડશે. જ્યારે ઘટ બને છે ત્યારે તેનું સમયાયિકારણ કપાલ અલગ પ્રતીત થતું નથી. એ રીતે વાચ બની જતાં પદોની અને વાકચાર્ય પ્રતીતિમાં પદાર્થોની પ્રતીતિ અલગ થતી નથી. ભાક્રમત, નૈયાયિકમત અને પ્રાભાકર મત મુજબ પદાર્થ-વાચાર્ય-ન્યાય બનતો નથી. બૌદ્ધ દર્શન ક્ષણભંગવાદી છે. તે મત મુજબ પદોનું અસ્તિત્વ નથી. સાંખ્ય સિદ્ધાંતમાં પણ વાકચાર્યની પ્રતીતિના કાળમાં પદાર્થ તિરોહિત થઈ જાય છે. ગ્રંથકારની દલીલ આવી છે કે ‘આખા વાકચનો અર્થ સમજીએ ત્યારે જે શબ્દનું એ વાકય બનેલું છે તે શબ્દોના અર્થની સમજણ રહેતી નથી. એટલે કે વાચાર્ય અને પદ– અર્થ – પદાર્થ- બેયની સમજણ આપણને અકીસાથે મનમાં રહી શકે નહીં, પણ એવું વાચ્ય અને વ્યંગ્યમાં નથી. વ્યંગ્યાર્થ સમજીએ ત્યારે પણ એની સાથે વાચ્યાર્થનો અમુક અંશ તો સમજાય જ છે, માટે વાચ્યવ્યંગ્ય વચ્ચે પદાર્થ વાકચાર્યનો ન્યાય નથી.’ એમની વચ્ચે ઘટપ્રદીપન્યાય શકચ છે. (ડોલરરાય માંકડ પૃ. ૨૯૯) ૩૩,૩ (i) મુળવૃત્તિસ્તૂપારેખ... ઈ. લક્ષણાની ત્રણ શરતો- મુખ્યાર્થબાધ, તદ્યોગ, રૂઢિ અથવા પ્રયોજન. તદ્યોગ-સંબંધ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદશ્ય સંબંધ હોય તો ગૌણી લક્ષણા અને સાદક્ષેતર સંબંધ હોય તો શુદ્ધા લક્ષણા છે એમ શ્રી મમ્મટાચાર્ય વગેરે આચાર્યો કહે છે. આનંદવર્ધને શુદ્ધા લક્ષણા માટે લક્ષણા શબ્દ અને ગૌણી માટે ગુણવૃત્તિ શબ્દ પ્રયોજ્યો છે. ગુણવૃત્તિ અને લક્ષણા બન્નેથી વ્યંજના ભિન્ન છે એમ હવે સમજાવવામાં આવે છે. (ii) સીલા મલપત્રાળિ... ઈ. કુમારસંભવનો આ શ્લોક, આ ગ્રંથમાં અગાઉ પણ ઉલ્લેખાયેલ છે. આ શ્લોકમાં પાર્વતી નીચું જોઈને ક્રીડાકમળની પાંદડી ગણવા માંડ છે એ અર્થ કાયમ જ રહે છે. જેમ કે પ્રદીપ સ્વયં પ્રકાશતો રહીને બીજા પદાર્થને-બીજી વસ્તુને-પ્રકાશિત કરે છે તેમ વાચ્યાર્થ પાર્વતીની લજ્જારૂપી બીજા અર્થને વ્યંગ્યાર્થને સૂચવે છે. (iii) अस्खलद्गतित्वं समयानुपयोगित्वं पृथगवभासित्वञ्चेति त्रयं कथमपनुयते । २५। વાચની શરૂઆતનાં ત્રણ પડો આચાર્ય વિશ્વેશ્વરની આવૃત્તિમાં છે જ્યારે આચાર્ય જગન્નાથ પાઠક અને ડૉ. રામસાગર ત્રિપાઠીની આવૃત્તિમાં નથી. આ ત્રણ પદસમૂહો ‘નિર્ણયસાગર’ની આવૃત્તિમાં તથા ‘દીધિતિ’ ટીકામાં આ પછીના ‘પેરેગ્રાફ’ ચેતિ ત્રય' ની પહેલાં છે. ત્યાં વિશ્વેશ્વરની આવૃત્તિમાં આ પદસમૂહો નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy