SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ધ્વન્યાલોક (ii) પ્રત્યેશ= શબ્દનું પ્રત્યય લગાડયા વગરનું મૂળરૂપ. ઉદા. દિવસોમહીંમાં દિવસો. ‘જશે’ માં ‘જા’ ધાતુ. હવેના ઉદાહરણમાં મૂળ શબ્દ વ્યંજક છે એ બતાવ્યું છે. (iii) તપ્ પેરૂં નમિત્તિ... ઈ. આટલા જ દિવસોમાં આ બ્રાહ્મણ સુદામા ગરીબમાંથી પૈસાદાર થઈ ગયો એમ આશ્ચર્ય જન્માવે તે રીતે સૂચવાયેલ છે. આ શ્લોકમાં તત્ સર્વનામ પ્રકૃત્યંશ ‘નતમિત્તિ’ ની સાથે મળીને ઘરની અત્યંત દરિદ્રતાની સૂચક દુર્દશાને વ્યક્ત કરે છે. અહીં કેવળ ત્ સર્વનામ જ વ્યંજક નથી. એક્લા સર્વનામથી ઘરનો ઉત્કર્ષ પણ પ્રગટ થઈ શકતો હતો. પણ ‘નમિત્તિ’ ની સાથે લેતાં ઘરની હીન અવસ્થાનો અભિભંજક થાય છે. એ રીતે ઘેનુર્ની વગેરે સમજવાં જોઈએ અભિનવ મુજબ જ્યાં સર્વનામોનું વ્યંજકત્વ હોય ત્યાં સૂચન સ્મરણાકારે થાય છે. (iv) कोऽन्यथा तुल्ये वाचकत्वे ઈ. સ્ર, ચંદન વગેરે શબ્દ ‘શૃંગાર’રસમાં ચારુત્વ વ્યંજક હોય છે. પણ ‘બીભત્સ’ વગેરે રસમાં તે અચારુત્વભંજક થાય છે. તેથી બીભત્સાદિ રસોમાં પ્રયોજવામાં આવ્યા હોવા છતાં આ સૂ, ચંદન વગેરે શબ્દ શૃંગારાદિની જેમ ચારુત્વના વ્યંજક હોતા નથી. તો પણ અનેક વાર સુંદર અર્થના પ્રતિપાદનથી અધિવાસિત હોવાને કારણે તેમનામાં તે અર્થને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય માનવું જ જોઈએ. આ ચારુત્વ વ્યંજક શબ્દોનો અન્ય શબ્દોથી ભેદ છે. (v) વાવાશ્રયાળાનુ... અનુપ્રાસારિવ । જ્યાં કેવળ શબ્દનિષ્ઠ ચારુતાની પ્રતીતિ હોય અને એમાં અર્થજ્ઞાનની કોઈ આવશ્યકતા ન હોય એવા શબ્દનિષ્ઠ ચારુતા ઘોતક શબ્દોનો અન્ય શબ્દથી ભેદ કરનાર વિશેષ ધર્મ અનુપ્રાસાદિ શબ્દાલંકાર છે. જ્યાં ચારુત્વ પ્રતીતિમાં અર્થજ્ઞાનની સહાયતા અપેક્ષિત હોય છે ત્યાં ‘પ્રસાદ’ ગુણ ચારુતા ઘોતક શબ્દોને અન્ય શબ્દોથી જુદા પાડે છે. કારિકા-૧૭ અને વૃત્તિ : ‘કારિકા-૧૬ સુધી વ્યંજક તત્ત્વો પર વિચાર કરવામાં આવ્યો છે. ‘ધ્વનિ’ના વિભિન્ન ભેદ, ‘વર્ણ’થી લઈને ‘પ્રબન્ધ’ સુધી ક્યા ક્યા રૂપમાં અભિવ્યક્ત થાય છે તે જણાવ્યું છે. કા-૧૮થી એ વાત પર વિચાર કરાશે કે વિરોધ કોને કહે છે. કા-૧૮, ૧૯માં રસવિરોધના સ્વરૂપનો વિચાર કરવામાં આવશે. આ સત્તરમી કારિકામાં રસવિરોધનું પ્રકરણ લખવાનું શું પ્રયોજન છે તેનો વિચાર કરવામાં આવ્યો છે. રસવિરોધી તત્ત્વો છે અને તેનો પરિહાર પણ સંભવ છે. એથી પહેલાં વિરોધ સ્થળ બતાવીને પછી પરિહારનો પ્રકાર બતાવવામાં આવેલ છે. આ કારિકા કહે છે કે કવિ ગમે તે કાવ્યસ્વરૂપની રચના કરવા માંગતા હોય, એ પ્રબંધ કાવ્ય હોય કે મુક્તક, જો તેના મનમાં રસનિબંધનની કામના રહેલી હોય તો તેણે એ વાત માટે અત્યંત સાવધાન અને જાગૃત રહેવું જોઈએ કે તેના
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy