SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ દવન્યાલોક બોલે છે. બન્ને એ કહેલા શ્લોકો કાવ્યાત્મક છે. મહાભારતમાં આવતો આ પ્રસંગ છે. ગીધ કહે છે अलं स्थित्वा स्मशानेऽस्मिन् गृध्रगोमायु सङ्कले। कङ्कालबहले घोरे सर्वप्राणिभयङ्करे ॥ न चेह जीवितः कश्चित् कालधर्ममुपागतः। . प्रियो वा यदि वा द्वेष्यः प्राणिनां गतिरीदृशी ॥ શિયાળ ડાઘુઓને કહે છે आदित्योऽयं स्थितो मूढाः स्नेहं कुरुत साम्प्रतम् । बहुविघ्नो मुहूर्तोऽयं जीवेदपि कदाचन ॥ अमुं कनकवर्णाभं बालमप्राप्तयौवनम् । गृध्रवाक्यात् कथं मूढास्त्यजध्वमविशङ्किताः । પ્રથમ શ્લોકમાં ગીધનો અભિપ્રાય તથા દ્વિતીય શ્લોકમાં શિયાળનો અભિપ્રાય સંલક્ષ્યમવ્યંગ્યથી સમજાય છે. બંને પ્રસ્તુત એવા ‘શાંતરસરૂપી “અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ધ્વનિના વ્યંજક બને છે. કારિકા-૧૬ અને વૃત્તિ ૧૬.૧ (i) વર્ણ, પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધ, આ પાંચને ઉદ્યોત૩ની કારિકા-રમાં, ‘અસંલક્ષ્યમવ્યંગ્યના વ્યંજક કહ્યા હતા. તે પાંચની વ્યાખ્યા કરી લીધા પછી પદાદિ પદાઘોત્ય ધ્વનિનું કેવળ એક ઉદાહરણ ત્રડાયાન્નતનયા.. (કા-૫) આપ્યું હતું. તેની વિશેષ વ્યાખ્યા ‘સુપ આદિની વ્યંજકતા બતાવીને લેખક આનંદવર્ધન આ કારિકા અને વૃત્તિમાં પૂરી ચર્ચા કરે છે. | (i) અભિનવગુણે “સુ વગેરેથી અભિવ્યક્ત જે સંલક્ષ્યમવ્યંગ્ય’ વક્તાના અભિપ્રાયાદિરૂપ ધ્વનિ છે તેનાથી પણ ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય રસાદિ ધ્વનિ અભિવ્યક્ત થાય છે.” આમ કહીને આગલી કારિકા સાથે આ કારિકાની સંગતિ બેસાડી છે. આચાર્ય વિશ્વેશ્વર મુજબ “સુ વગેરેથી પણ ‘અલક્ષ્યમવ્યંગ્ય ઘોતિત થાય છે. આ અર્થ વધારે સીધો અને સારો છે.” તેઓ અભિનવગુપ્તની સમજુતીને દુરાકૃષ્ટ માને છે. (i) “ચારો સ્વયમેવ છે... ઈ.’ આ શ્લોકમાં, કારિકામાં કહેલ બધાનું વ્યંજકત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. પોતાના વીરોને ધિક્કારી શત્રુની તુચ્છતા વગેરે સૂચિત કરતાં પોતાના સૈનિકોને ઉત્તેજિત કરવા માટે આ રાવણની ગર્વપૂર્ણ ઉક્તિ છે, જેનું દરેક પદ વ્યંગ્યથી પરિપૂર્ણ છે. "મારા ય શત્રુઓ છે' એમાં વિભક્તિ, સંબંધ અને વચન અભિવ્યંજક છે. “મારા પહેલા પુરુષ સર્વનામનું સંબંધ વિભક્તિ એકવચનનું રૂપ છે. વ્યંજના એવી છે કે મેં ઇંદ્ર, યમ વગેરે દેવોને
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy