SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ३७१ - ધ્વન્યાલોક (૧) અભિધા, લક્ષણ, વ્યંજના, તાત્પર્યા-શબ્દની શક્તિ છે તેને માટે વ્યાપાર અને વૃત્તિ શબ્દો પ્રયોજાય છે. - (૨) ભટ્ટ ઉટે અનુપ્રાસ પ્રકારોને પરુષા ઉપનાગરિકા, ગ્રામ્યા એમ ત્રણ વૃત્તિઓના રૂપમાં સમજાવેલ છે. (૩) નાટ્યને ઉપયોગી શિકી, સાત્ત્વતી, આરબટી, ભારતી એમ ચાર વૃત્તિઓ-નાટયની માતાઓની ચર્ચા “નાટયશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં કરવામાં આવી છે. (૪) આચાર્ય વિશ્વેશ્વર મુજબ આનંદવર્ધને અહીં વૃત્તિ શબ્દ ભટ્ટ ઉભટની પરુષા, ઉપનાગરિકા, ગ્રામ્ય વૃત્તિને માટે પ્રયોજ્યો છે. રચનાને વર્ણ અને પદની દષ્ટિએ બે ભાગમાં વહેંચી શકાય. પદોની દષ્ટિએ રચનાના અસમાસા, મધ્યમ સમાસા અને દીર્ઘસમાસા એમ ત્રણ ભેદ કરી શકાય. ‘આલોકમાં આ ત્રણેને “સંઘટના” શબ્દથી નિર્દેશ્યા છે. પણ વર્ષોના પ્રયોગની દષ્ટિએ રચનાના પરુષા, ઉપનાગરિકા અને ગ્રામ્યા આ ત્રણ વિભાગ ભટ્ટ ઉભટ વગેરેએ કર્યા છે તેને “વૃત્તિ’ કહી છે. આમ પદસ્થિતિપ્રધાન રચનાને માટે સંઘના શબ્દ અને વર્ણસ્થિતિપ્રધાન રચનાને માટે ‘વૃત્તિ' શબ્દનો પ્રયોગ કરાયો છે. વામને રચના પ્રકારની ચર્ચામાં રીતિ’ શબ્દ પ્રયોજાયો છે. તેમણે રીતિઓનો સંબંધ માધુર્ય વગેરે “ગુણ'ની સાથે જોડ્યો છે. ગુણોની અભિવ્યક્તિમાં પદ અને વર્ણ બંનેની વિશેષ ઉપયોગિતા છે. તેથી વામનની “રીતિમાં ‘સંઘટના” તથા “વૃત્તિ બન્નેનો સમાવેશ થઈ જાય છે. એમ કહી શકાય કે વૃત્તિ અને સંઘટના બન્ને રીતિ’નાં અંગ છે. કારિકા-૮ અને વૃત્તિઃ ગદ્ય પદથી જુદું છે તેથી ગદ્યમાં સંઘટનાના વપરાશ માટે જુદા નિયમો હોય એવી શંકા જાય તો કહે છે કે, પદ્યમાં નિયમો આપ્યા તે જ, એટલે કે વક્તા અને વાચ્યનું ઔચિત્ય, ગદ્યમાં અનુસરવાના છે. કારિકા-૯ અને વૃત્તિ કેટલાંક સંસ્કરણોમાં આ પ્રમાણે એક શ્લોક મળે છે इति काव्यार्थविवेको योऽयं चेतश्चमत्कृतिविधायी। सूरिभिरनुसृतसारैरस्मदुपज्ञो न विस्मार्यः ॥ इति લોચનમાં તે પર વ્યાખ્યા નથી. કારિકા૧૦ થી ૧૪- તૃતીય ઉદ્યોતની બીજી કારિકામાં કહ્યું હતું કે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ', વર્ણ પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધથી પણ વ્યક્ત થઈ શકે છે. અત્યાર સુધી પ્રથમ ચારની વ્યંજક્તા દર્શાવાયી. પાંચમા, પ્રબંધની વ્યંજક્તા વિષે આ કારિકાઓમાં કહે છે. શ્રી ડોલરરાય માંકડ (પૃ. ૨૭૯) આ કારિકાઓ વિષે સંક્ષેપમાં આમ લખે છે. “પ્રબંધમાં એટલે આખા કાવ્યપુસ્તકમાં રસ યોગ્ય રીતે ખીલે માટે, નીચેની
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy