SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ.૩/૬) ૩૭૩ (v) નનુ યર શાશ્રય...તમારે ગુણ અન્ય સfટની | ગુણો શબ્દો ઉપર આધાર રાખે છે એમ જો માનો તો ગુણો અને સંઘટના એકરૂપ થાય અથવા ગુણો સંઘટનાશ્રયી બને એમ પૂર્વપક્ષ દલીલ કરે છે. સંઘટના તો શબ્દોની ગોઠવણી જ છે. જો ગુણો શબ્દો ઉપર આધાર રાખે તો સંઘટના ઉપર પણ આધાર રાખે. જવાબમાં આનંદવર્ધન (ઉત્તરપક્ષ) કહે છે કે અનિયત સંઘનાવાળા શબ્દો ગુણોના આશ્રયી બને છે. બીજા નહીં. રસાદિ મુખ્ય ધ્વનિ હોય ત્યાં ગુણો પરત્વે સંઘટનાના વપરાશનો કોઈ નિયમ નથી. અમુક ગુણમાં અમુક પ્રકારની સંઘટના હોય એવો નિયમ નથી. આમ જો સંઘટના અનિયત બને તો તેના શબ્દો ઉપર જ ગુણોનો આધાર હોય, બીજા શબ્દો ઉપર નહીં. આમ શબ્દો ગુણોના આધાર હોય એમ ઔપચારિક ગણવાનું છે. પૂર્વપક્ષ આની સામે વાંધો લેતાં કહે છે કે ગુણપરત્વે સંઘના અનિયત હોય એમ સિદ્ધાંતપક્ષ વાળા કહેતા હોય તો તે માધુર્યમાં ભલે હોય, પણ “ઓજલ્સમાં તો ‘સંઘના અનિયત ન હોય. જવાબમાં આનંદવર્ધન કહે છે કે “ઓજલ્સમાં પણ ગમે તેવી “સંઘટના વપરાઈ શકે છે. “ઓજમાં અસમાસા કે દીર્ધસમાસા સંઘટના હોઈ શકે છે. આમ સંઘટનાનો વિષય અનિયત છે, ગુણોનો નથી. જેમ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પોતાના જે તે વિષયો સાથે નિયત સ્વરૂપે જ રહે છે, તેમ ગુણો પણ સમજવા. (vi) મતિ : કવિની નવનવોન્મેષશાલિની પ્રતિભા-અર્થાત્ વર્ણનીય વસ્તુનું નવી નવી રીતે વર્ણન કરી શકવાની પ્રતિભાને “શક્તિ' કહે છે. અને તેને અનુરૂપ સમસ્ત વસ્તુઓના પૌર્વાપર્યના વિવેચન કૌશલ્યને વ્યુત્પત્તિ કહે છે. આ શક્તિ અને વ્યુત્પત્તિની ઓછપને લીધે કાવ્યમાં દોષ આવી શકે છે. (vi) Sા કુમારસમ્ભવે... ઈ. અહીં કવિ કાલિદાસે પોતાની પ્રતિભાના બળે શિવ-પાર્વતીના સંભોગ શૃંગારનું વર્ણન આઠમા સર્ગમાં ક્યું તેનો નિર્દેશ છે. વાચક એટલો તન્મય થઈ જાય છે કે ઔચિત્ય કે અનૌચિત્યનો વિચાર કરતો નથી. કવિ શક્તિના બળથી દોષ ઢંકાઈ જાય છે તેનું આ ઉદાહરણ છે. (viii) પ્રતીયમાનમ્ વ મારોપયામઃ | ‘સંઘટના” અને “ગુણને અભિન્ન માનનારા વામનના મતે “યો : શસ્ત્ર વિર્તિ... ઈ. ઉદાહરણોમાં રૌદ્રાદિ રસમાં પણ સમાસરહિત, ઓજસ્ વિહીન રચના મળતી હોવાને કારણે સંઘટના જ વિષય નિયમની અનુપપત્તિ આવે છે. અને તેને કારણે ગુણોનો જે નિર્ધારિત વિષય છે (કરુણ, વિપ્રલંભ, શૃંગારના વિષયમાં માધુર્ય અને પ્રસાદ તથા રોદ્ર, અદ્ભુત વગેરેના વિષયમાં ઓજસુ) તે પણ અવ્યવસ્થિત થવા લાગે છે. ત્યારે ગુણોના વિષય નિયમની રક્ષાને માટે આ પ્રકારનાં ઉદા. દોષયુક્ત માનવાં જોઈએ. આ પ્રકારનાં અપવાદ સ્થળો હટી જતાં
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy