SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૧) अ६७ વિયોગથી વિલાપ કરતાં આ શ્લોક બોલે છે. રામ પોતે જ બોલતા હોઈ એમાં આવતા ‘રામ' શબ્દનો અર્થ બાધિત થાય છે. પોતાના પ્રેમીનું રક્ષણ કરવાની જેની ફરજ હતી, જે અતિ સાહસિક અને સત્યપ્રતિજ્ઞાવાળા હતા’ એવા વ્યંગ્ય ગુણ વિશિષ્ટ રામમાં, લક્ષણાથી, અર્થનું સંક્રમણ થાય છે. રામની આત્મગ્લાનિ વ્યંજિત થાય છે. આ પદપ્રકાશ્ય “અર્થાન્તર-સંક્રમિત વાચ્યધ્વનિ’નું ઉદાહરણ છે. (i) પર્વમેવ ની તસ્યા... ઈ. અહીં બીજો ‘ચંદ્ર શબ્દ વ્યંગ્યાર્થ સૂચવે છે. તેનો અર્થ ક્ષય પામનાર, કલંકવાળો, એમ સમજાય છે. મૂળ અર્થ-વાચ્યાર્થ સાવ અનુદ્દિષ્ટ નથી. પદપ્રકાશ્ય ‘અર્થાન્તરસંક્રમિતધ્વનિ’નું આ પણ ઉપરના શ્લોકની જેમ ઉદાહરણ છે. (ii) યા નિશા સર્વભૂતાનાં... ઈ. ભગવદ્ગીતા અ-૨/૬ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં આવતો આ શ્લોક “વાક્યપ્રકાશતાથી આવતા “અત્યન્તતિરસ્કૃતવાચ્ય’ ભેદનું વાક્યગત વ્યંજકત્વનું ઉદાહરણ છે. રાત્રે જાગવું વગેરેના વાચ્યાર્થી અત્યંત તિરસ્કૃત છે. શ્લોકમાં જાગવું-ન જાગવું ખરેખર તો તત્ત્વનું સતત પરિશીલન કરવું, દુન્યવી કાર્યોથી વિરક્ત રહેવું એવા અર્થમાં અભિપ્રેત છે. (iv) વિષમતઃ પH... ઈ. અહીં વિષમય કે અમૃતમય સમયની વાત અભિપ્રેત નથી. આખા વાક્ય ઉપરથી સુખદુઃખની વાત અભિપ્રેત છે એમ સમજાય છે. વાક્ય વ્યંજક છે. વિષ જેવું દુઃખ અને અમૃત જેવું સુખ વગેરે અર્થ કરતાં ‘અર્થાન્તરસંક્રમિત વાચ્યત્વ સમજાય છે. ૧.૩ (i) પ્રખું ઘર્થનન... ઈ. યાચકોની ઇચ્છા પૂરી ન કરી શક્યાથી ખેદ અનુભવતા માણસની આ ઉક્તિ છે. અહીં નિર્ધન પણ ઉદારચરિત માણસ પોતાની દશાનો શોક કરતાં, એના કરતાં માર્ગનું તળાવ કે કૂવો થવું સારું એમ કહે છે. અહીં જડ’ શબ્દ બ્લેષવાળો છે. ‘ડ' અને ‘લ વર્ણો વચ્ચે અભેદ મનાય છે. તેથી ‘જડ’ અને ‘જલ’ એમ બે અર્થ તેમાંથી નીકળે છે. (i) સર્વવક્તિ સિંદનાવવાવચેy કવિ બાણલિખિત ગદ્યકાવ્ય “હર્ષચરિત'માં ‘સિંહનાદ' નામના પાત્રે કહેલાં વાક્યોમાંથી “વૃત્તેડ્મિન્... વગેરે” વાક્ય છે તેમાં “શેષ:' શબ્દ પર “ શ્લેષ છે. શેષનાગ અને બાકી, અવશિષ્ટ રહેલું એવો તેનો અર્થ છે. આખા વાક્યના બે અર્થ થાય છે. મહાપ્રલય પછી પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ તમે જ છો. પિતા અને મોટાભાઈના મૃત્યુ પછી (મૃત્યરૂપી મહાપ્રલય પછી) રાજ્યની ધુરા ધારણ કરવા તમે જ શેષ-બાકી રહ્યા છો. બે અર્થો વચ્ચે ઉપમાન- ઉપમેયભાવ છે. - (iii) થી રવિન | શ્રી ડોલરરાય માંકડ મુજબ હરિવિજય” નામે બે કાવ્યો હતાં એમ લાગે છે. આનો કર્તા ‘સર્વસન” હતો એમ વૃત્તિમાં આગળ જણાવ્યું છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy