SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૨૩) ૩૫૯ નીચેના શ્લોકો આલોકકારને અભિપ્રેત છે. (૧) નિર્વાણભૂચિ... ઈ. ૩/૫૨ (૨) પ્રતિ પ્રણીતું... ઈ. ૩/૬ ૬ (૩) રાસ્તુ ચિત્... ઈ. ૩, ૬૭; અર્થાત્ “પછી મોટે ભાગે શમી ગયેલું આનું (કામદેવનું) વીર્ય, જાણે શરીરના ગુણથી ફરીથી પ્રગટાવતી હોય તેમ બે વનદેવતાથી અનુસરાતી પર્વતરાજ (હિમાલયની પુત્રી દેખાઈ.” (પર). “ભક્ત તરફના ભાવને લીધે શિવ જ્યાં એ લેવા જતા હતા ત્યાં પુષ્પ ધન્વાએ- કામદેવ-ધનુષ્ય ઉપર સંમોહન નામનું અમોઘ બાણ ચડાવ્યું.” (૬૬) “જેમ ચંદ્રોદયની શરૂઆતમાં મહાસાગર (ચંદ્ર તરફ ખેંચાય) તેમ જેનું ધેય કંઈક ગયું હતું તેવા શિવે પણ બિસ્મફળ જેવા હોઠવાળા ઉમાના મુખ ઉપર નયનો માંડ્યાં.” (૬ ૭) | (iv) વિટ- સંસ્કૃત નાનું આ રૂઢિગત પાત્ર છે. તે નાયકના શૃંગારમાં સહાયક હોય છે. આચાર્ય વિશ્વેશ્વરે વિટનું લક્ષણ દર્શાવતો આ શ્લોક ઉદ્ભૂત કર્યો છે. सम्भोगहीनसम्पद् विटस्तु धूर्त: कलैकदेशज्ञः । वेशोपचारकुशलो मधुरोऽथ बहुमतो मोष्ट्याम् ॥ પણ અહીં વિટનો અર્થ ઉપપતિ છે. કારિકા-૨૩ અને વૃત્તિઃ (i) આ કારિકામાં સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના ત્રીજા પ્રકાર ‘ઉભયશકત્યુભવ’ને સૂચવવામાં આવ્યો છે. (ii) સાચૈવાતિર્ધ્વને. | કારિકાના આ પદને આલોકમાં-વૃત્તિમાં-બે રીતે સમજાવ્યું છે. (૧) ધ્વને ને પંચમી વિભક્તિનું રૂપ અને સંલક્ષ્યક્રમનું બોધક માનીને- ‘ઃ મHIમનુસ્વાનોમવ્યયાત્ ધ્વને અન્યઃ પર્વ મનફ્રાઃ ’ (૨) ધ્વને ને પછી વિભક્તિનું રૂપ ગણીને ‘અસંલક્ષ્યક્રમનું બોધક માનીને ‘તમે व्यङ्ग्यस्य वा ध्वनेः सति सम्भवे स तादृक् अन्यः अलङ्कारः। (ii) વસે મા IT વિષાદ્ધ.. ઈ. સમુદ્રમંથન સમયે સ્વભાવથી સુકોમળ હોવાથી સમુદ્રનાં ભયંકર મોજાં જોઈને ભયભીત લક્ષ્મીને પિતા સમુદ્ર આ શ્લોક કહ્યો એવો સંદર્ભ છે. ‘મયમનછાના' માં “છ” શબ્દદ્વારા કવિએ તેની વ્યંગ્યતાને વાચ્ય બનાવી દીધેલ છે. (iv) કન્વી શેતેંડત્ર. ઈ. કુમાલી= દાસી. આ શ્લોકમાં નવરાતિવ્યાનપૂર્વમ્' માં તરુણીની સંભોગની ઇચ્છા અને એને માટે અવસર છે એવો વ્યંગ્યાર્થ કવિએ પોતે જ કહેલ છે. એટલે આ શ્લોક ધ્વનિ'નું ઉદાહરણ રહેતું નથી. (v) દૃસ્યા વેશવ પરહૃતયા | અભિનવગુપ્તના સમજાવ્યા મુજબ પાદ્રિ પદોમાં શ્લેષ હોવાથી તે અંશમાં શબ્દશક્તિ- ઉદ્દભવ અને પ્રકરણવશ અર્ધશક્તિઉદ્ભવ હોવાથી આ ‘ઉભયશક્તિમૂલ’ ધ્વનિનું ઉદાહરણ છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy