SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૨૧) ૩૫૭ અર્થ લેતાં વિરોધ દૂર થાય છે. માર્તં= ચાંડાળ. ચામા= યૌવનમધ્યસ્થા તળી | સુંદર સ્ત્રી માટે આ શબ્દ પ્રયોજાય છે. જેમકે કાલિદાસે યક્ષપત્નીના વર્ણનમાં‘મેઘદૂત’માં- (ઉ. મે. ૨૨) તન્વી શ્યામા શિરિના... ઈ. કહ્યું છે. ૨૧.૩ (ii) ઉપરના ઉદાહરણમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત બન્ને અર્થ વાચ્ય નહીં હોવાથી અપ્રસ્તુત અર્થની પ્રતીતિ અભિધામૂલા વ્યંજનાથી થાય છે. તેથી ‘ શ્લેષ’ વાચ્ય નથી પણ વ્યંગ્ય છે. તેથી સંલક્ષ્યક્રમનું- અભિધામૂલ વ્યંજનાનું ઉદાહરણ છે. ‘સમવાય વ...મૂર્તિ:’ । વાચોમાં ‘અવિ’ શબ્દ વિરોધવાચક છે. પ્રથમ વાકચમાં ‘વિશેષિનાં વા નામ્’ માં વિરોધ શબ્દ છે. તેથી ‘વિરોધાભાસ’ અને ‘ શ્લેષ’ બન્ને અલંકારો વાચ્ય માનવામાં આવે છે. ૨૧.૩ (iii) સર્વેશળમક્ષયમ્... ઈ. સર્વના શરણરૂપ છે પણ પોતે અક્ષય (ક્ષય= ઘર, આશ્રયસ્થાન) છે, ઘર વગરના છે એમ અર્થ થતાં વિરોધ આવે છે. અક્ષય= ‘નાશવંત નથી તે’ અર્થ કરતાં વિરોધ દૂર થાય છે. અધીશમ, ફેશ પિયાર્ । ધિ = બુદ્ધિ ધીગ= બુદ્ધિના સ્વામી. અધીશું = બુદ્ધિના સ્વામી ન હોવા છતાં ધિયામ્ ાં છે, બુદ્ધિના સ્વામી છે એમ અર્થ કરતાં સમજવાથી વિરોધ છે. મધીશ- સર્વેશ્વર અર્થ કરતાં વિરોધનો પરિહાર થાય છે. રમ્ ળમ્- લીલો અને કાળો રંગ-વિરોધ, વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ, વિરોધનો પરિહાર. ચતુર= પરાક્રમયુક્ત છતાં નિષ્ક્રિય છે એમાં વિરોધ છે. પણ સર્વજ્ઞ સ્વરૂપ અને નિષ્ક્રિય અર્થ થતાં વિરોધ જતો રહે છે. અરિ‘ચક્રના આરાનો નાશ કરનાર છતાં ચક્રને ધારણ કરનાર’ અર્થથી વિરોધ અને ‘શત્રુનો નાશ કરનાર ચક્રધારી' અર્થ કરતાં તેનો પરિહાર થાય છે. આ ઉદાહરણમાં વિરોધ વાચ્ય નથી, વ્યંગ્ય છે. ૨૧.૩ (iv) દ્યું ચેત્યુત્ત્વજ્ઞયન્તિ... ઈ. લમ્= આકાશ. આ શ્લોકમાં સૂર્યનાં પ્રસિદ્ધ કિરણ રૂપ પાક અને સૂર્યદેવના દેહના ભાગરૂપ ચરણ આ બન્ને પ્રકારનાં પાઠોની સ્તુતિ કરવામાં આવી છે. ‘વ્યતિરેક’ અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું વર્ણવવામાં આવે છે. આ શ્લોકમાં સૂર્યદેવના દેહના ભાગરૂપ ચરણોપાઠ- કરતાં કિરણોનો ઉત્કર્ષ વ્યંજિત થયો છે માટે શ્લેષ’માંથી ‘વ્યતિરેક’ અલંકારની પ્રતીતિ અહીં થાય છે. 4 न ૨૧,૩ (૪) આનંદવર્ધને ૨૧મી કારિકામાં ‘શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમધ્યનિ’નું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. આખા વિવેચનમાં ગ્રંથકારે વસ્તુધ્વનિનું કયાંય નામ નથી લીધું. ‘યે હૈં ધ્વસ્તમનોમલેન... ઈ.” ઉઠા. તેનું આપ્યું હતું. અલંકારનો જ વિસ્તાર કર્યો છે. આચાર્ય વિશ્વેશ્વર (પૃ. ૧૩૧) આ અંગે ટિપ્પણ કરતાં લખે છે, ‘‘અલંકાર ધ્વનિના સ્પષ્ટીકરણને માટે જે આટલો અધિક પ્રયત્ન ગ્રંથકારે કર્યો છે તે સંભવતઃ તેના વિવાદાસ્પદ સ્વરૂપ અને મહત્ત્વને ધ્યાનમાં રાખીને કર્યો છે. વસ્તુધ્વનિ અધિક સ્પષ્ટ અને વિવાદરહિત હોવાને કારણે જ તેનું વિવેચન નથી કર્યું.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy