SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક આલોકમાં-વૃત્તિમાં- (૧) યમલજ્જાનું ત તયા વિક્ષતિ (ર) ના િત્તેન (૨) યમવસરે વૃદ્ઘાતિ (૪) યમવસો ત્યગતિ (૧) યં નાત્યન્ત નિર્વોદુમિઋતિ (૬) निर्वोढुमिष्टमपि यं यत्नादङ्गत्वेन प्रत्यवेक्षते - स एवमुपनिबध्यमानो रसाभिव्यक्तिहेतुर्भवति ।આવા દીર્ઘવાકચમાં મુખ્ય થયિતવ્ય સમાયેલું છે. તેને ઉદાહરણોથી સ્પષ્ટ કરેલ છે. કાવ્યમાં રૂપકાદિ અલંકારો પ્રયોજવા અંગે આ છ બાબતો આનંદવર્ધને કહી છે. (૧) રસ નિરૂપણના સાધન તરીકે જ અલંકારની યોજના કરવી. (૨) કદી પણ અંગી તરીકે ન કરવી. (૩) યોગ્ય સમયે એ અલંકારોનું ગ્રહણ કરવું. (૪) યોગ્ય સમયે એનો ત્યાગ કરવો. ૩૫૨ (૫) એને ચાલુ રાખવાની- એનો નિર્વાહ કરવાની ઉત્કટ ઇચ્છા ન રાખવી. (૬) કોઈ વાર અનાયાસે નિર્વાહ થઈ જાય તોયે એ અંગ રૂપે રહે એવી સાવચેતી રાખવી. ૧૮-૧૯-૨- વામિયાત... ઈ. – આચાર્ય જગન્નાથ પાઠક (પૃ. ૨૩૮ થી ૨૪૦) લખે છે, ‘‘પ્રસ્તુત પદ્યમાં રાહુના કંઠચ્છેદની ઘટનાનો નિર્દેશ પ્રકારાન્તર કથનરૂપ ‘પર્યાયોક્ત’ અલંકારનો વિષય છે. સમુદ્ર મંથનથી પ્રાપ્ત અમૃતની વહેંચણીમાં રાહુ નામના દૈત્યે છૂપાઈને પાન કર્યું ત્યારે મોહિની રૂપધારી ભગવાન વિષ્ણુએ સૂર્ય અને ચંદ્રથી સંકેત પામીને રાહુનું શિર પોતાના ચક્રથી કાપી નાખ્યું. હતું, આ પૌરાણિક પ્રસંગનું અહીં ચિત્રણ છે.’’ રાહુ એ અમૃતપાન કરી લીધું હતું. એથી ફક્ત મસ્તક બાકી રહ્યું. રાહુ પોતાની પત્નીઓને ઉદ્દામ આલિંગન નહોતો કરી શકતો. પણ માત્ર ચુંબનથી તેની પત્નીઓનો રતોત્સવ પૂરો થતો. અહીં રસાદિની વિવક્ષા છે પણ ‘પર્યાયોક્ત’ અલંકાર જ મુખ્યરૂપે બહાર આવે છે. ખરી રીતે ‘વાસુદેવનો પ્રતાપ' બતાવવાનો કવિનો મુખ્ય આશય છે. એ પ્રતાપને આડકતરી રીતે વર્ણવવામાં શૃંગાર રસને બહાર લાવવાનો આશય છે, છતાં આ શૃંગાર રસનું વર્ણન એવું થયું છે કે ‘પર્યાયોક્ત’ અલંકાર જ આપણને મુખ્યપણે દેખાયા કરે છે. ૧૮-૧૯-૩- ૩દ્દામોતિા... ઈ. શ્લોક હર્ષવર્ધનની ‘રત્નાવલી’ (૨/૪)નો છે. રાજાની નવમાલિકા લતા દોહદ વિશેષના પ્રયોગથી અકાળે પુષ્પિત થઈ છે અને વાસવદત્તાની નહીં. એ જાણીને રાજા વિદૂષકને કહે છે કે આજે જ્યારે કામાવેશવાળી પરસ્ત્રી જેવી આ લતાને હું જોઈશ તો રાણીનું મુખ ઈર્ષ્યાથી લાલ થઈ જશે. સ્લિટ વિશેષણો છે. પ્રસ્તુત વિશેષણોથી લતા, કામના આવેશયુક્ત પરનારી જેવી પ્રતીત થાય છે. ૧૮-૧૯-૪ રસ્ત્વમ્... ઈ. અહીં વૃત્તિમાં આ શ્લોકના અલંકાર બાબત ચર્ચા છે, શાસ્ત્રાર્થ છે. પૂર્વપક્ષી (પૂર્વપક્ષિર્ પ્ર. એ.વ.) અને ઉત્તરપક્ષીના વિચારો
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy