SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શિવન્યાલોક આનંદવર્ધન રસના ભેદ-પ્રભેદનું અનંતપણું કેવી રીતે થાય છે તે શૃંગારના ભેદપ્રભેદ ગણાવીને સમજાવે છે. શૃંગારના બે પ્રકાર-સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર. સંભોગ, પરસ્પર પ્રેમદર્શનથી, સુરતથી, વિહરણથી, જલક્રીડા, મદ્યપાનકીડા, ચંદ્રોદયક્રીડા વગેરેથી થાય. સુરત વગેરેની ૬૪કળાઓ-વાત્સ્યાયને કહેલી - છે. વિપ્રલંભ, અભિલાષથી, ઇર્ષાથી, વિરહથી, પ્રવાસથી, શાપથી વગેરે રીતે થાય છે. આમાં દરેકના વિભાવ વગેરે મુજબ વિભાગ પાડીએ તો પાર ન આવે તેમના વળી દેશ, કાલ, આશ્રય, અવસ્થા વગેરે પ્રમાણે ભેદો થઈ શકે આ તો માત્ર દિશાસૂચન કર્યું છે, એમ તે કહે છે. કારિકા-૧૪ અને ૧૫ તથા વૃત્તિ (i) યત્નાત કરૂણાનુવધવાનું અનુપ્રાસ પ્રયત્નપૂર્વક યોજેલો હોવાને કારણે તે વ્યંજક બની શક્તો નથી. અહીં “એક જ પ્રકારનો અનુપ્રાસ' એમ કહ્યું છે એનો અર્થ એ કે વિવિધ પ્રકારનો અનુપ્રાસ યોજ્યો હોય તો તેમાં દોષ નથી. (ii) ડુક્કરશમોષાલીનામું ! યાવીનામું- માં નાદ્રિ શબ્દ પ્રકાર અર્થાતું. સાદશ્યપરક છે. યમક સદશ દુષ્કર અલંકારોમાં “મુરજબંધ વગેરે અને “સભંગ શ્લેષ’ કે ‘શબ્દ શ્લેષ પણ સમ્મિલિત છે. પ્રાચીન આચાર્યો ‘સભંગ શ્લેષ અને શબ્દ શ્લેષ” તથા “અભંગ શ્લેષ’ અને ‘અર્થ શ્લેષ ને એક જ માને છે. ઉદા. સર્વતોમાંધવઃ પાયાત્ યો જમુદ્દધીધાતુ | આ સભંગ શ્લેષનું ઉદાહરણ છે. શિવ સાથે અન્વય આ પ્રમાણે થાય છે. સર્વદા 3માધવઃ પાયાત્ ઃ જમ્ ૩થાત્ વિષ્ણુ સાથે અર્થ લેતાં આમ અન્વય થાય છે. સર્વ માધવઃ પત્િ યઃ મમ્ ((ગિરિરાજ) પર્વતને), મામ્ (પૃથ્વીને- વરાહ અવતારમાં) ૭ધીધાત્ | (i) તાનીયેન- જ્યારે અકસ્માત અને અણધાર્યો કોઈ પ્રસંગ બને અને તેને માટે તાત્કાલિક તેની પૂર્વે બનેલો બનાવ કારણભૂત ન હોય છતાં પ્રથમ દષ્ટિએ તેનું કારણ હોવાનો તર્ક થઈ શકે, ત્યારે તે ‘કાતાલીય ન્યાય’ કહેવાય છે. ‘કાગનું બેસવું અને તાડનું પડવું એ અર્થમાં આ ન્યાય વપરાય છે. કારિકા-૧૬ અને વૃત્તિ: (i) તસૈવ રસાત્વમ્ મુહયYI કેવળ શૃંગારમાં જ નહીં પણ વીર તથા અદ્દભુત વગેરે રસોમાં પણ પ્રયત્ન પૂર્વક ગોઠવીને રાખેલા યમક વગેરે અલંકારો વિઘ્ન કરે છે. આનંદવર્ધને જે કેવળ શૃંગારનું નામ લીધું છે તે એ દષ્ટિએ કહ્યું છે કે શૃંગારના બન્ને પ્રકારોમાં યમક વગેરે રસમાં વિઘ્ન કરનારા છે એ વાત સહૃદય ઉપરાંત સાધારણ માણસ પણ સમજી શકે છે. વાસ્તવમાં કરુણ વગેરે બીજા રસોમાં પણ કૃત્રિમ યમક વગેરે પ્રતિબંધક છે તેથી આગળ જતાં વસે ગર્વ તસ્પત્િ gષ ન વિદ્યતે” લખીને સામાન્ય રૂપથી બધા રસોમાં આવા અલંકારોની રસાંગતાનો નિષેધ કર્યો છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy