SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ વન્યાલોક રસો કારણ છે અને દીપ્તિ યા ઓજસ્ કાર્ય છે. કારણ, કાર્યને નામે ઓળખાય એ ન્યાયે આ રસો પણ ‘ઓજસ્’ નામે ઓળખાય છે. ‘લક્ષણલક્ષણા’થી દીપ્તિને પ્રગટ કરવાની શક્તિ ધરાવનાર શબ્દાર્થને દીપ્તિ કહેવાય છે’’. નગીનદાસ પારેખ પૃ. ૭૯. ‘‘તે’વિશેષ્યમાં બહુવચન છે અને જ્યતે ક્રિયાપદમાં એકવચન છે. આ પ્રયોગ આગળ રૂતિ હોવાથી સંખ્યાવિશેષની અવિવક્ષા હોઈ સાધુ-શુદ્ધ છે એમ આચાર્ય વિશ્વેશ્વર પ્રતિપાદિત કરે છે. (પૃ. ૯૯) કારિકા-૧૦ અને વૃત્તિ (i) આ કારિકામાં ‘પ્રસાદ’ નામનો ત્રીજો ગુણ સમજાવેલ છે. શબ્દ અને અર્થની સ્વચ્છતા એટલે પ્રસાદ એવી વ્યાખ્યા આલોકમાં આપી છે. શબ્દો સાંભળતાં જ એનો અર્થ સ્પષ્ટ થઈ જવો જોઈએ. શબ્દ અને અર્થ બન્ને સ્પષ્ટ હોવા જોઈએ. (ii) અભિનવગુપ્તે બે ઉદાહરણો આપી ‘પ્રસાદ’ ગુણને સમજાવ્યો છે. જેમ સૂકાં લાકડાંમાં અગ્નિ એકદમ પ્રસરી જાય છે, અથવા સ્વચ્છ કપડામાં પાણી · એકદમ પ્રસરી જાય છે તેમ જેને લીધે કાવ્યનો વ્યંગ્ય રસ ભાવકના ચિત્તમાં ઝડપથી વ્યાપી જાય તે કાવ્યગુણનું નામ ‘પ્રસાદ’ છે. આ ગુણ પણ અન્ય બે ગુણોની જેમ મૂળ તો રસનો છે પણ વ્યંગ્યાર્થનો ખોધ કરાવનાર શબ્દ અને અર્થનો પણ ઉપચારથી એ ગુણ કહેવાય છે. (iii) ત્રણે ગુણ-માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ ક્યા રસમાં હોય છે તે અગાઉની કારિકાઓ-વૃત્તિસહિત–તથા લોચનમાં જણાવેલ છે તેના સાર રૂપે શ્રી ડોલરરાય માંકડ આ પ્રમાણે જણાવે છે (પૃ. ૨૪૧, ૨૪૨) ‘‘આ બે ગુણોમાં (=માધુર્ય, ઓજસ્) શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર અને અદ્ભુત રસનાં સ્થાન નક્કી થઈ ગયાં. બાકીના રસોમાંથી હાસ્યમાં ‘માધુર્ય’ તેમજ ‘ઓજસ્’ બન્નેને સરખો અવકાશ છે. કેમકે તે શૃંગારનું અંગ છે. તેમજ તેમાં વિકાસને અવકાશ છે. ભયાનક (રસ)માં ઓજસ્ ખાસ કરીને અને માધુર્ય કોઈક વખતે જ હોઈ શકે, કારણ કે તેમાં ચિત્તવૃત્તિ ગરકાવ થઈ જવાનો સંભવ છે તેથી દીપ્તિ ખાસ કરીને હોય. બીભત્સમાં પણ એમ જ. ‘શાન્ત’માં વિભાવોનું વૈચિત્ર્ય હોય છે તેથી કોઈક વખત ‘ઓજસ્’ તો કોઈક વખત ‘માધુર્ય’ પ્રધાન હોય. ‘પ્રસાદ’ગુણ બધા રસોને અવલંબે છે. (iv) ગુણની સંખ્યા બાબત આલંકારિકોમાં મતભેદ છે. આચાર્ય મંડી દસ ગુણ ગણાવે છે. (કાવ્યાદર્શ ૧/૪૧) श्लेषः प्रसादः समता माधुर्यं सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोजः कान्ति समाधयः ॥ ભામહ, આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ વગેરે ત્રણ કાવ્યગુણમાં માને છેમાધુર્ય, ઓજસ્, પ્રસાદ. ઠંડી વગેરેએ, એ દસ કાવ્યગુણને શબ્દગુણ અને અર્થગુણ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy