SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ - વન્યાલોક ગુણ રસને જ અવલંબે છે. પણ સામાન્ય ભાષામાં, શબ્દાર્થ રસના વ્યંજક છે માટે ગુણ શબ્દાર્થને અવલંબે છે એમ ગણાય છે. તાત્ત્વિક દષ્ટિએ ગુણ શબ્દાર્થને અવલંબે એમ કહેવું યોગ્ય નથી. છતાં વ્યવહારની દષ્ટિએ આલંકારિકો શબ્દગુણ અને અર્થગુણ એવા ભેદ પાડે છે ખરા. દા.ત. “ઓજસ્ શબ્દગુણ તેમજ અર્થગુણ છે.” (પૃ. ૨૩૯) | (ii) શ્રી વામન આચાર્યે ‘ાવ્યોમા કર્તા ઘમ ગુણ: તતિાયદેતવઃ તું અક્સીરીઃ | લખ્યું છે અર્થાત્ “કાવ્યની શોભા જન્માવનાર ધર્મો ગુણ અને એ શોભામાં વૃદ્ધિ કરનાર હેતુઓને અલંકાર કહ્યા છે. તેમણે ગુણની ચર્ચા વૈદર્ભી વગેરે રીતિના સંદર્ભમાં કરી છે તથા રીતિને કાવ્યનો આત્મા કહેલ છે.’ આનંદવર્ધન અને મમ્મટાચાર્યે રસનિષ્ઠ ધર્મોને ગુણ અને શબ્દાર્થનિષ્ઠ ધર્મોને અલંકાર માનીને ભેદ કર્યો છે, અર્થાત્ વૃત્તિનિયામક સંબંધ ભેદથી નહીં, પણ આશ્રય ભેદથી ગુણ અને અલંકારનો ભેદ છે.’ એમ આચાર્ય વિશ્વેશ્વર સ્પષ્ટતા કરે છે. (પૃ. ૯૫) કારિકા-૭ અને વૃત્તિ (1) અભિનવગુણ મુજબ દેવ, મનુષ્ય, પક્ષી બધાંમાં રતિની વાસના અવિચ્છિન્નપણે રહેલી હોય છે અને તેની સૌને અભિલાષા રહે છે તેથી શૃંગારરસને પરમ આનંદદાયક કહ્યો છે. વૃત્તિમાં તન્મય શબ્દ છે તેનો અર્થ શૃંગારરસમય કાવ્ય એવો છે. (i) ભામહે કાવ્યાલંકાર’ ૨/૩માં માધુર્યનું આમ લક્ષણ આપ્યું છે. “શ્રવ્ય નાતિમસ્તાર્થ વાચં મધુમિગતે ” અર્થાત્ જે શ્રવ્ય એટલે કે કાનને સુખકર લાગે એવું અને વધારે સમાસવાળું ન હોય તે મધુર કહેવાય છે.” આમ માધુર્યમાં શ્રવ્યત્વની આવશ્યક્તા માની છે. ધ્વનિકારને મતે શ્રવ્યત્વ તો ‘જ ગુણમાં પણ છે. માટે એ માધુર્યનું ખાસ લક્ષણ ન ગણાય. આનંદવર્ધને અહીં ભામહના માધુર્યના લક્ષણની આલોચના કરી છે. | (iii) ફીર વ મધુઃ | અહીં પર્વ પદનો પ્રયોગ સમજવા જેવો છે. એક શ્લોક મુજબ “એવ’ ત્રણ રીતે પ્રયોજાય છે. अयोगमन्ययोगं चात्यन्तायोगमेव च । व्यवच्छिनत्ति धर्मस्य ‘एव'कारस्त्रिधा मतः ।। ઉદા. પર્થ વ ધનુર્ધર I વિશેષ્ય સાથે. અહીં “એવ’ અન્ય યોગ વ્યવચ્છેદક તરીકે છે. અર્જુન જ ધનુર્ધર છે, બીજો નહીં. પાર્થ ધનુર્ધઃ વવ . આ ઉદા.માં વિશેષણ સાથે પ્રયોજાયેલ ‘એવ’ ‘અયોગ વ્યવચ્છેદક' છે. અર્જુન ધનુર્ધર જ છે. તેનામાં ધનુર્ધરત્વનું નિયમન થયું છે. નીd માં મવતિ છવા એમ ક્રિયાપદની સાથે ઇવ અત્યંત અસંબંધનો નિષેધ કરી કમળમાં નીલના સંબંધને નિયમિત કરે છે. આચાર્ય વિશ્વેશ્વર મુજબ, “(માધુર્ય) ગુણના શબ્દધર્મત્વ અથવા અર્થ ધર્મત્વનો
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy