SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૧) વ્યાપાર, શક્તિ-માને છે.) અને સાદયેતર સંબંધ હોય (જેવા કે સંયોગ, સામીપ્ય, વગેરે) તો શુદ્ધા લક્ષણા કહેવાય છે. ઉપાદાન લક્ષણામાં સિદ્ધયે પરાક્ષેપ:' હોય છે જ્યારે લક્ષણ લક્ષણામાં પરાર્થે સ્વસમર્પણમ્' હોય છે. બન્નેનાં ઉદાહરણો અનુક્રમે કુન્તા: પ્રવિન્તિ’ અને ‘જય ઘોષ’ આપવામાં આવેલાં છે. ઉપાદાન લક્ષણામાં મુખ્યાર્થ (=વાચ્યાર્થી પોતાની બાધા દૂર કરવા માટે બીજા અર્થનું સૂચન કરે છે અને તેની મદદથી પોતાનો અન્વય સિદ્ધ કરે છે. ઉપાદાન લક્ષણામાં વાચ્યાર્થ રહે છે ઉપરાંત બીજો અર્થ ઉમેરાય છે. આ લક્ષણાને “અજહત્ સ્વાર્થી’ – પોતાનો અર્થ ન છોડનારી-પણ કહે છે. લક્ષણ લક્ષણામાં મુખ્યાર્થ- બિલકુલ છોડી દેવો પડે છે. તેથી તે “જહત સ્વાર્થી પોતાનો અર્થ છોડી દેનારી' કહેવાય છે. અવિવક્ષિતાવાચ્યના પ્રથમભેદ' અથૉતર સંક્રમિત વાચ્ય’ના મૂળમાં ‘ઉપાદાન લક્ષણા રહેલી છે. દ્વિતીય ભેદ ‘અત્યંત તિરસ્કૃત વાચ્ય’ના મૂળમાં લક્ષણલક્ષણા રહેલી છે. ૧.૨ (i) આપેલ ઉદાહરણવાળા શ્લોકમાં મેઘની કાતિથી લિસ આકાશ, બલાકા, શકરયુક્ત વાયુ, મયૂરની કેકા વગેરે વિપ્રલંભ શૃંગાર રસના ઉદ્દીપન વિભાવ છે. રામનો વિપ્રલંભ જાગ્યો છે. રતિભાવ તો નાયક-નાયિકા બન્ને સાથે સંબંધ ધરાવે છે. રામ સીતાને યાદ કરીને પોતાને માટે અહીં કહે છે. હું તો કઠોર હૃદયવાળો રામ છું એટલે સહી લઉં છું. અહીં “કઠોર હૃદયવાળો’ એ વિશેષણ ઇચ્છિત ધ્વનિ માટે છે એમ સમજાય છે. હું રામ તો જીવું છું પણ સીતાનું શું થશે? તે જીવતી હશે? એમ સીતાને સ્મરીને જાણે એ હાજર હોય, પ્રત્યક્ષ હોય એમ તેને કહે છે “અરે રે દેવી ધીરજ રાખજે.' ‘રામો’િ ‘હું રામ છું'ના સ્થાને કેવળ ‘મણિ' કહેવાથી પણ, રામ આ શ્લોક બોલતા હોવાથી, ‘' પદની પ્રતીતિ દ્વારા રામનો બોધ થઈ જાત. એથી રામ શબ્દનો વાચ્યાર્થ અનુપપન્ન છે, બંધ બેસતો થતો નથી. તેથી રામ પદ ઉપાદાન લક્ષણા દ્વારા અત્યંત દુઃખ સહિષ્ણુત્વ વિશિષ્ટ રામનો બોધ કરાવે છે. હું તો રામ છું એટલે હું તો, પિતાનો અત્યંત વિયોગ, રાજત્યાગ, વનવાસ, સ્ત્રીહરણ આદિ અનેક દુઃખને સહન કરનારો અત્યંત કઠોર હૃદય રોમ છું. હું બધું સહન કરી શકું તેમ છું. એમ સમજવાનું છે. અહીં વૃદ્ધ તો હૃદય’ આ પદ લક્ષ્યાર્થની પ્રતીતિમાં વિશેષ સહાયક બને છે. રમ પદ 'દુઃખસહિષ્ણુત્વ વિશિષ્ટ’ રામનું બોધક હોવાથી અર્થાન્તર-સંક્રમિત-વાચ્યધ્વનિ'નું ઉદાહરણ છે. તે દુઃખસહિષ્ણુત્વ વગેરે ધર્મોનો અતિશય, વ્યંગ્ય છે. | (i) બહુમુખી પ્રતિભાવાળા આનંદવર્ધને ધ્વન્યાલોક' ઉપરાંત અન્ય કૃતિઓ લખી હતી. અહીં પોતાની કાવ્યકૃતિ “વિષમબાણલીલામાંથી એક શ્લોક ઉધૃત કર્યો છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy