SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ વન્યાલોક અહીં ભમરાઓ મધુર ગુંજારવ કરતા કરતા સરોવર તરફ ઊડતા જાય છે. અને પાછા આવે છે, એવો વાચ્યાર્થ છે. પણ એનો વ્યંગ્યાર્થ એ છે કે કમળો ખીલવાનો સમય નજીક આવ્યો છે, એટલે કે શરદ ઋતુનું આગમન થયું છે. આ વ્યંગ્યાર્થ એવો છે કે કવિએ ધાર્યું હોત તો સ્પષ્ટ શબ્દોમાં પણ કહી શકત. અહીં અમુક હકીકતનું જ સૂચન છે અને તે શબ્દમાં મૂકી શકાય એમ છે માટે એ લૌકિક ધ્વનિના, વસ્તુમાત્ર ધ્વનિ (સ્વતીયમાન અર્થ) પ્રકારનું ઉદાહરણ ગણાય.” “તારી દંતપ્રભારૂપે કેસરો વિલસી રહ્યાં, ભમરો મધુના લોભી, જુલ્લાં રૂપે ઊડી રહ્યા.” આ શ્લોકના વાચ્યાર્થમાં બે અપહતુતિ અલંકાર છે, દંતપ્રભા નથી. પણ કેસરો છે. જુલ્ફાં નથી પણ ભ્રમરો છે. આ વાચ્યાર્થમાંથી એ વ્યંગ્યાર્થ સમજાય છે કે તું સ્ત્રી નથી, કમલિની છે. આ પણ અપહતુતિ અલંકાર છે. એ પણ ધારીએ તો શબ્દમાં મૂકી શકાય એવો છે. એટલે એ લૌકિક છે, પણ અલંકાર ધ્વનિ છે.” રસાદિધ્વનિ- રસ, રસાભાસ, ભાવ, ભાવાભાસ, ભાવોદય, ભાવપ્રથમ, ભાવસન્ધિ, ભાવશબલતા-આ બધાને માટે રસારિ શબ્દ પ્રયોજાય છે. આ યાદીના આરંભમાં ૪ શબ્દ છે તેથી તે બધાં ક્ષત્રેિ છે. આ વૃત્તિ પરની અભિનવગુપ્તની લોચન ટીકામાં રસનું સામાન્યરૂપ એક જ સમાસમાં વ્યક્ત કરી દીધું છે. એમાં પ્રયોજાયેલા શબ્દો ‘શબ્દસમર્થમા, હત્યસંવાદ, સુર’, ‘વિમાવાનુમાવસમુરિત', ‘ yવનિવિદત્યવિાસનાનુ', સુમાર, “વાંવિલાનન્દ', 'ચર્વણા વ્યાપાર' આ શબ્દો રસસિદ્ધાન્ત’ની વિશેષ પરિભાષાને અનુકૂળ છે. સદયના હૃદયમાં જન્મજન્માન્તરની વાસના યા સંસ્કારરૂપથી રતિ વગેરે સ્થાયિભાવ રહેલા હોય છે. કાવ્યના શબ્દોથી વિભાવ, અનુભાવને ગ્રહણ કરીને સહૃદય પોતાના હૃદયની સાથે સંવાદિતા કરી લે છે. આ રીતે સહયના રતિ વગેરે અને કાવ્યદ્વારા અર્પિત વિભાવ, અનુભાવ વગેરેથી સહૃદયના સુકુમાર આનંદમય ચિત્તનો ઉબોધ થાય છે. તેને જ ચર્વણા વ્યાપાર કહે છે. આ સ્થિતિમાં પહોંચતાં સહદય, ભાવક જે એક પ્રકારનો વિશેષ આસ્વાદ અનુભવે છે તે રસ કહેવાય છે. ‘રસ’ની સ્થિતિમાં સ્વાબ્દવાચ્યતાનો જરા પણ સંપર્ક થતો નથી. તેથી તેને અલૌકિક કહે છે. આ રસાદિ ધ્વનિ છે. રસાદિ ધ્વનિ, અન્ય બે પ્રકારો-અલંકાર ધ્વનિ અને વસ્તુમાત્ર ધ્વનિ કરતાં ચઢિયાતો માનવામાં આવે છે. ૪.૩ વસ્તુધ્વનિને પ્રથમ સમજાવે છે. તેમાં પ્રતીયમાન અર્થ વાચ્યાર્થથી બહુ જુદો હોય છે. વિધિપરક અર્થ (હકારાત્મક positive) અને નિષેધપરક અર્થ (નકારાત્મક- negative) એક બીજાની વિરુદ્ધ હોય છે. વાચ્યાર્થ વિધિપરક હોય અને પ્રતીય માન-વ્યંગ્યાર્થ-ધ્વનિ નિષેધાત્મક હોય તેનું ઉદાહરણ સર્વપ્રથમ આપવામાં આવ્યું છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy